સરદારધામ દ્વારા મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજના સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપવા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. 32 દેશમાંથી 10,000 જેટલા ડેલિગેટ્સ અને 3,00,000થી વધુ મુલાકાતીઓ આ ઈવેન્ટમાં હાજર રહેશે એવો આશાવાદ આયોજકોએ સેવ્યો છે. સમાજના તમામ લોકોને આ ઈવેન્ટમાં ભાગ લેવા આમંત્રણ આવ્યું છે. ત્યારે તેમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ખાસ હાજર રહ્યા છે.પરંતુ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. ખૂબ ઓછી સંખ્યામાં સમિટમાં ભાગ લેવા માટે લોકો પહોંચ્યા છે.
ગ્લોબલ પાટીદાર સમિટ: 2026ને લઈને પ્લાનિંગ
Previous Articleશું દિપિકા આજે એંગેજમેન્ટ રિંગ પહેરશે ?
Next Article ઠંડીમાં ઠુંઠવાતા લાલુને જેલમાં તબલા વગાડવા જજની સલાહ