સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્વારા જાન્યુઆરીમાં ૩૨ દેશોનાં ૧૦ હજાર જેટલા પાટીદાર ઉદ્યોગપતિઓની સમિટ ૫૦૦થી વધુ એકિઝબિશન સ્ટોલ્સ: ખ્યાતનામ વકતાઓ દ્વારા મળશે માર્ગદર્શન; પત્રકાર પરિષદમાં અપાઈ વિગતો
નાના, મધ્યમ અને મહાકાય ઉદ્યોગોના આંતરિક અને વૈશ્ર્વિક જોડાણ, નવા ઉદ્યોગસાહસિકો તૈયાર કરવા અને શિક્ષીત યુવક-યુવતીઓને તાલીમ આપવા સહિતના સંકલ્પ સાથે સરદારધામ વિશ્ર્વ પાટીદાર કેન્દ્રા દ્વારા તા.૫-૬-૭ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન ગાંધીનગર, મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે. જેમાં ૩૨ દેશમાથી ૧૦ હજાર જેટલા પાટીદાર ઉદ્યોગપતિઓ હાજરી આપશે.
આ સમીટ માટે પૂર્વ આયોજન કાર્યક્રમ નં. ૨૫ હેમુ ગઢવી હોલ, ટાગોર મેઈન રોડ, રાજકોટ ખાતે આજે યોજવામાં આવ્યો. આ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને નરેશભાઈ આર. પટેલ (ચેરમેન ખોડલધામ, કાગવડ) રહ્યા હતા તથા રાજકોટના સમાજ શ્રેષ્ઠી પોપટભાઈ એન.પટેલે આશીર્વચન કહ્યા હતા અને કાર્યક્રમના ઉદઘાટક તરીકે ડાહ્યાભાઈ કે. ઉકાણી (પ્રમુખ ઉમિયાધામ, સીદસર) અને પરેશભાઈ ગજેરા (પ્રમુખ ખોડલધામ, કાગવડ) ઉપસ્થિત રહ્યા હતા. ટીમ સરદારધામના ટી.જી. ઝાલાવાડીયા, સુરેશભાઈ પટેલ, શંકરભાઈ પટેલ, નટુભાઈ પટેલ, જશુભાઈ પટેલ, કાંતીભાઈ ગઢીયા, કાંતીભાઈ ઉકાણી, મધુભાઈ ડોબરીયા, દિયાળભાઈ વાઘાણી, પ્રકાશભાઈ વરમોરા, મનોજભાઈ ડોબરીયા, સંજયભાઈ કમલેશભાઈ ગોંડલીયા, ડો. જાગૃતીબેન પટેલ, શ્રીમતી ચંદ્રીકાબેન પટેલ, શ્રીમતી અનિતાબેન પટેલ તેમજ ૧૫૦૦થી વધુ ઉદ્યોગપતિ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
ગ્લોબલ પાટીદાર બિજનેસ સમિટ અંગેની પત્રકારોને માહિતી આપતા સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયાએ જણાવ્યું કે સમાજે ઘણા ધાર્મિક અને સામાજીક આયોજનો હાથ ધર્યા છે. પરંતુ સમાજના આર્થિક ઉત્થાનસમા એક કદમ સમૃધ્ધિ કી ઓર જેવા આ કાર્યક્રમને દેશ અને ગુજરાતમાં ઐતિહાસીક બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, સરદારધામ દ્વારા યોજાનાર આ સમિટમાં ૩ લાખથી વધારે મુલાકાતીઓ તથા ૩૨ દેશોમાંથી ૧૦,૦૦૦ જેટલા બિઝનેસ ડેલીગેટ્સના આગમન માટે તૈયારી કરવામાં આવી રહી છે. સમિટ દરમ્યાન આયોજીત એકિઝબિશનમાં વિવિધ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતા ૫૦૦થી વધુ એકિઝબિશન સ્ટોલ્સ રાખવામાં આવેલ છે. વધુમાં ક્ધવેન્શન દરમ્યાન આર્થિક વિકાસના મુદાઓ પર ખ્યાતનામ વકતાઓ દ્વારા અમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત, ક્ધવેન્શનમાં ભાગ લેનાર ડેલીગેટને કોર્પોરેટ જગત સાથે ચર્ચા વિચારણા કરવાની અમૂલ્ય તક મળી રહેશે. આ પ્રસંગે પાટીદાર ભાઈ બહેનોને બિઝનેસ નેટવર્કિંગની વ્યવસ્થા પૂરી પાડવા માટે ખાસ ૮૨૮ પોર્ટલ શ‚ કરવામાં આવ્યું છે.
ગ્લોબલ પાટીદાર બીઝનેસ સમિય દરમ્યાન સૌ પ્રથમવાર પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડની જાહેરાત કરવામાં આવશે. જે અંતર્ગત વિવિધ કેટેગરીમાં પાટીદાર ઉદ્યોગપતિઓને પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ દ્વારા સન્માનીત કરવામા આવશે. આ પ્રસંગે એક વિશેષ કોફી ટેબલ બુક પ્રકાશિત કરવામાં આવશે. સમિટ દરમ્યાન વિવિધ વિષયો પર બિઝનેસ સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત સેમીનારમાં ઉપસ્થિત રહેનાર ડેલીગેટને સમાજના અગણી ઉદ્યોગપતિ અને નિષ્ણાંત વકતાઓ દ્વારા ધંધાકીય માર્ગદર્શન મળી રહેશે. બહેનો માટે રોજગારીની તકો અંગે ખાસ સેમીનારની પણ વ્યવસ્થા કરવામા આવી છે. બિઝનેસ સેમીનાર દરમ્યાન ડેલીગેટ પરસ્પર ફાયદાકીય એમઓયુનીસવલતો મેળવી શકશે. સમિટ દરમ્યાન ૮૨૮ મીટીંગની વ્યવસ્થા દ્વારા મેન્યુફેકચરર્સ, હોલસેલર્સ, રિટેઈલર્સ, સર્વીસ પ્રોવાઈડર્સ તેમજ રો-મટીરીયલ સપ્લાયર્સ માટે ધંધાકીય વ્યવસાયીક જોડાણની વિશેષ તકો ઉપલબ્ધ થશે. તેમજ જોબ ફેર દ્વારા ઉદ્યોગો માટે સક્ષમ વ્યવસાયીકો મેળવવાની અને કુશળ યુવાનો માટે ઉતમ રોજગારી મળી રહે તેવું આયોજન કરાવામાં આવેલ છે. તમામ કાર્યક્રમો પાટીદાર સમાજને આર્થિક મુદે ખૂબજ ઉપયોગી નિવડે તે રીતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.