બીકોમ બીએસસીથી માંડી એન્જિનીયર ડીપ્લોમાં ધો.૧૦ પાસ, આઈ.ટી.આઈ. પાસ એ પણ નોકરી વાંચ્છુકો તરીકે નોંધાવી ઉમેદવારી
૧૦૦થી વધુ કંપનીઓએ જોબ ઓફર કરી
રાજયનું પાટનગર ગાંધીનગર ખાતે ગ્લોબલ પાટિદાર બિજનેસ સમિટ ૨૦૧૮ હજુ ગઈકાલે જ સંપન્ન થયો તેના અંતિમ દિવસે ૨૫૦૦ નોકરી માટે ૧૦,૦૦૦ અરજદારોએ રાજયભરમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
આ રોજગાર મેળામાં આશરે ૧૦૦થી વધુ કંપનીઓએ કુલ ૨૫૦૦ નોકરીઓ ઓફર કરી હતી. એન્જીનીયર, ડીપ્લોમાં અથવા ૧૦ પાસ કે આઈટીઆઈ પાસ ઉમેદવારો મોટાભાગે નોકરીવાંચ્ચુકો હતા.
આ સિવાય, ફાઈનાન્સ, માર્કેટિંગ, આર્કિટેકટ હ્યુમન રીસોર્સ, એકાઉન્ટસ વિગેરે ક્ષેત્રનાં ઉમેદવારોએ પણ નોકરી મેળવવા અરજી કરરી હતી. કેટલાક લોકો ગ્રેજયુએશનના અંતિમ વર્ષમાં હતા તેમણે પણ અરજી કરી હતી. આગોત‚ આયોજન !!!
ઘણા એવા ઉમેદવારો હતા જેઓ ઓલરેડી અત્યારે નોકરી કરતા હોય પરંતુ વધુ સારી તક અને વધુ સારો પગાર, વધુ સારૂ પ્લેટફોર્મ મેળવવાની ઈચ્છા ધરાવે છે. અત્યારે જે ડીગ્રી સામાન્ય ગણાય છે. તે અને બીએસસી ઉમેદવારો પણ કતારમાં હતા.
સારદાધામ વિશ્ર્વ પાટિદાર કેન્દ્ર દ્વારા આયોજિત રોજગાર મેળાને સફળતા મળી હવે નિર્ધાર કરાયો છે કે આનો બીજો રાઉન્ડ ૨૦૨૦માં યોજાશે. જેમાં ડાયમંડસ, ફાર્મા, કેમિકલ કૃષિ, રીયલ એસ્ટેટ સેકટરને પણ આવરી લેવાશે.