વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના પર્યાણ હવે આર્થિક મહાસત્તા તરફ થઈ રહ્યા છે ત્યારે 21 મી સદીમાં વિશ્વનું ’નેતૃત્વ “ભારત કરતું હશે તેવા થયેલા અનુમાન હવે સત્યની દિવસે દિવસે વધુમાં વધુ સમીપ જતુ દેખાય છે આર્થિક ધોરણે પ્રગતિશીલ ભારતનો અર્થતંત્ર પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરને ટૂંક સમયમાં જ આંબી જશે.
અર્થતંત્ર ના વિકાસ અને ઉદ્યોગપતિઓ રોકાણકારો નો ભારતના મૂડી બજારમાં સતત વધી રહેલા વિશ્વાસ ના કારણે ભારત વૈશ્વિક વિશ્વાસનું મથક બની રહ્યું છે, ઉદ્યોગિક વિકાસ શેર બજાર ની સતત પણે આગે કુચ ભારતના સુવર્ણ દિવસો માટેની આલબેલ બની રહી છે, ભારતીય ધર્મ સંસ્કૃતિ પ્રત્યે વિશ્વ આખું આકર્ષાઈ રહ્યું છે 21મી જૂનના દિવસે ભારતની યોગ પરંપરા અપનાવવા માટે “વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથા નો ખરા અર્થમાં પ્રતીક બની છે,
વિશ્વભરમાં ભારતની સંસ્કૃતિ અને ભારતીય સતત પણે ફેલાઈ રહ્યા છે ,ભારત બુદ્ધિ ધન વેપારી સાહસિક ઉદ્યોગપતિઓ અને ધાર્મિક આધ્યાત્મિક મહાનુભાવો હાનું વિશ્વમાં સતત પણે પ્રસરી રહ્યા છે, છેલ્લા છ મહિનામાં 87 હજાર ભારતીય એ પરદેશી નાગરિત્વ સ્વીકારી લીધું છે .2011 ના દાયકાથી અત્યાર સુધીમાં સાડા સત્તર લાખ લાખ ભારતીય નાગરિકો એ સ્વદેશ નાગરિકતા તજીને વિદેશમાં વસવાટ કરી લીધો છે …એક દ્રષ્ટિએ ભારતમાંથી અન્યત્ર ચાલ્યા જવાની આ પ્રક્રિયા અનુચિત લાગે પરંતુ ભારતીય સંસ્કૃતિ અને નાગરિક ધર્મ ની વિશેષતાએ રહી છે કે દુનિયામાં ક્યાંય પણ ભારતીય વસ્તુ હોય, કોઈપણ ધર્મનો હોય.. વતન પ્રત્યેની લાગણી ક્યારેય ભુલાતી નથી.
દાયકાઓ પહેલા અમેરિકા અને બ્રિટન માં સ્થાયી થયેલા મૂળ ભારતીયોની વર્તમાન પેઢી ના યુવા વર્ગ ઉદ્યોગપતિ વેપારીઓ પર મુલક અને પરદેશમાં વતન બનાવીને રહે છે પરંતુ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ભારત પ્રત્યેની લાગણી અને યોગદાન માટે હંમેશા તત્પર રહે…. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સોનક આજે પણ પોતાને મૂળ ભારતીય ગણાવવામાં ગૌરવ અનુભવે છે. ભારતના નાગરિકો વિદેશમાં પલાયન કરી જાય છે તે બાબતની ચિંતા એક રીતે યોગ્ય છે ભારતનું બુદ્ધિ ધન આર્થિક ધન ભારતમાં રહેતો સધ્ધરતા વધુ મજબૂત થાય તે હકીકત છે પરંતુ ભારતીયોની “વસુદેવ કુટુંબકમ”ની ભાવનાથી વિદેશમાં જતા ભારતીયો ના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે.
ભારતનો નાગરિક ગમે ત્યાં જાય, ગમે ત્યાં રહે ,ગમે ત્યાં કામ કરે પણ તેનું હૃદય હંમેશા ભારતની ભૂમિ સાથે જોડાયેલું રહે છે.. ભારતના નાગરિકો વિદેશમાં જાય છે પરંતુ સાથે સાથે ભારતીય સંસ્કૃતિનું પણ વિસ્તરણ થાય છે તે વાત પણ સ્વીકારવી જ જોઈએ ભારતની સંસ્કૃતિનું સમગ્ર વિશ્વમાં વિસ્તરણ થતું રહેશે અને એક દિવસ સમગ્ર વિશ્વ ભારતના સંસ્કારો મેં અપનાવી ભારતની સંસ્કૃતિમાં ભળી જશે અને ભારતને વિશ્વ ગુરુ તરીકે જગત સ્વીકાર્ય કરશે તે આજનું અનુમાન ક્યારેક સત્ય સાબિત થશે…