શાકભાજીના નિકાસમાં ૨૦%નો ઉછાળો!:
ગત વર્ષની સરખામણીમાં શાકભાજીની નિકાસમાં બે ટકાનો વધારો: સિંગાપોર, કુવૈત, સ્વિત્ઝરલેન્ડ જેવા દેશોમાં નિકાસના દ્વાર ખુલ્યા
મહામારી કોરોનાના પગલે અનેકવિધ ક્ષેત્રને જે અસર પહોંચી છે તેમ છતાં ભારત દ્વારા કરવામાં આવતા શાકભાજીની નિકાસમાં ૨૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે જયારે વૈશ્વિક માંગના પગલે શાકભાજી પણ મોંઘા થયા છે. પશ્ર્ચિમ એશિયા, યુરોપમાં ભારે શાકભાજીની માંગના કારણે દેશના શાકભાજીમાં નિકાસ દર ગત વર્ષની સરખામણીમાં ઘણાખરા અંશે વધુ જોવા મળ્યો છે. બીજી તરફ એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે આ સમયગાળા દરમિયાન એર ફ્રેઈટમાં ઘટાડો હોવાના કારણે પણ નિકાસ વધુ થઈ હોવાનું સામે આવ્યું છે. જે રીતે નિકાસને વેગ આપવામાં આવ્યો છે તેનાથી ભારતીય નિકાસકારોની શાખમાં પણ વધારો થયો છે. ઈજીપ્ત, ચાઈના, કેનિયા, ડોમેનીકશન રી-પબ્લીક જેવા દેશોમાં ફ્રેઈટ રેટ વધુ હોવાના કારણે ભારત તરફની માંગ અને ઝુકાવ વઘ્યો છે. પ્રિ-કોવિડના કારણે નિકાસની માંગમાં ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે જે વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ ત્રિમાસિકમાં પણ વધારો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. માસાહારી ચીજવસ્તુઓની સરખામણીમાં શાકભાજીઓની નિકાસ અત્યંત વધુ થઈ છે. એર ઈન્ડિયા, સ્પાઈસ જેટ, બ્રિટીશ એરબેઈઝ, ગર્લ્ફ કેરીયર જેવી ફલાઈટની ફ્રિકવન્સીમાં વધારો હોવાના કારણે જે ફ્રેઈટ રેટ સરખામણીમાં ઓછા થયા છે તેનાથી પણ નિકાસકારોને ઘણોખરો ફાયદો પણ પહોંચ્યો છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો શાકભાજીની નિકાસ જે ભારત કરતું હતું તે દરમિયાન એપ્રિલથી જુલાઈ માસ દરમિયાન ૧૮ ટકાનો વધારો નોંધાયો હતો. સરકાર દ્વારા હાલ નિકાસકારો અને આયાતકર્તા ઉધોગપતિઓ સાથે અને જે-તે દેશના હાઈકમિશન અને એમ્બેસી સાથે મીટીંગનો દૌર શરૂ કરવામાં આવ્યો છે જેમાં સિંગાપોર, કુવૈત, સ્વીત્ઝરલેન્ડ, રશિયા, ઈન્ડોનેશિયા અને યુએઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં નિકાસકારોને પ્રોત્સાહન મળી રહે અને નવા દેશોમાં શાકભાજીની નિકાસ ભારત દ્વારા કરવામાં આવે તે દિશામાં હાલ પગલાઓ પણ લેવામાં આવ્યા છે.
કીબી એકસપોર્ટ કંપનીના સીઈઓ કૌશલ ખખરે જણાવ્યું છે કે, તેમની કંપનીના નિકાસમાં ૨૦ ટકાનો વધારો પ્રિ-કોવિડમાં જોવા મળ્યો છે. યુરોપમાં શાકભાજીની માંગ અનેકગણી હોવાના કારણે શાકભાજીને મોંઘા પણ કર્યા છે. સૌથી વધુ ફલાઈટ હોવાના કારણે ફ્રેઈટ ચાર્જીસમાં પણ ઘટાડો નોંધાતા શાકભાજીની નિકાસને પૂર્ણત: વેગ પણ મળ્યો છે.