કેન્દ્ર સરકાર ફાર્માસ્યુટીકલ કંપનીઓ માટે દેશમાં સાનુકુળ વાતાવરણ સર્જવા તૈયારી કરી રહ્યાનો કેન્દ્રીય રાજય મંત્રી માંડવીયાનો નિર્દેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મ નિર્ભર યોજનાને વધુ સુદ્રઢ અને બળવતર બનાવવાના દરવાજા ખોલતા સંજોગોમાં દવા અને ઔષધિય કાચા માલના ઉત્૫ાદનમાં યોજના પરની નિર્ભરતા ઓછી કરવા માટે કમરકસી રહ્યું હોય તેમ વિશ્વની મોટી મોટી દવા બનાવતી કંપનીઓ ભારતમાં દવાઓના ઉત્પાદન માટે સૌથી વધુ રસ દાખવીને ભારતમાં ઉત્પાદન એકમો સ્થાપવા માટે આતુર બની છે. વિદેશની મોટી કંપનીઓને દેશમાં સક્રિય ઔષધિક કાચોમાલના ઉત્પાદન માટે પ્રોત્સાહન કરવાનું લાંબા ગાળાના આયોજન અંતર્ગત વિશ્વની ટોચની આઠ દવા બનાવતી કંપનીઓએ ભારતમાં ઉત્પાદન એકમો સ્થાપી ધરેલું ધોરણે દવાઓનું ઉત્પાદન વધારી આ ક્ષેત્રમાં ચીન પરની નિર્ભરતા ધટાડવા માટે રસ દાખવતી થઇ છે.
રાજયકક્ષાના રસાયણ ખાતર અને આયાત વિભાગના મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે સરકાર પણ આ માટે દરેક રસાયણો અને દવાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરી દવા બનાવતી કંપનીઓ માટે આયાતના નિતિ-નિયમોમાં સુધારો કરી આનુકુળ વાતાવરણ માટે કમર કસી રહી છે. સરકારે આ વર્ષના માચૃ મહિનામાં જ ઉત્પાદન આધારિત સહાય કરી યોજના અને ઉત્પાદન માટે આંતર માળખાકિયસુવિધાઓ ઉભી કરવા માટે અસરકારક ભુમિકા અદા કરી રહી છે. વિશ્વસ્તરની આઠ જેટલી કંપનીઓએ ભારતમાં રોકાણ અને ઉત્પાદન વધારવા માટેની રૂચી વ્યકત કરી ગયા એક મહિનામાં જ કંપનીઓએ ખુબ જ ઉમળકા ભર્યો પ્રતિભાવ વ્યકત કર્યો છે. અમે નવા કાયદા અને નિયમો આ યોજના માટે બનાવી રહ્યા છીએ જે આગામી પંદર દિવસોમાં અમલીય બનશે.દવા ઉત્પાદન ક્ષેત્રે ચાવીરૂપ સામગ્રીની જરૂરીયાત હોય છે ભારતના માઘ્યમથી વૈશ્વિક જરૂરીયાતો પુરી કરવામાં આવશે. અત્યારે દવા બનાવતી કંપનીઓ કાચા માલ માટે મોટા ભાગ ચીન ઉપર નિરર્ભર છે ભારતમાં જ દવા બનાવવાની કાચી સામગ્રીની ૩.૫ બિલિયન અમેરિકન ડોલરની કિંમતની કાચી સામગ્રીની વાર્ષિક આયાત કરવામાં આવે છે. તેમાં ૭૦ ટકા થી વધુ સામગ્રી ચીનમાંથી મંગાવવામાં આવે છે. સરકારે સાર્વજનિક આરોગ્ય સાથે સીધા સંકળાયેલા દવા ક્ષેત્રની સખત પરાવલંબન પરિસ્થિતિ અને આયાતની જરૂરીયાત ઘટાડવા માટેની રણનિતી અંગે ગંભીર બની છે. ર૦મી માર્ચે કેન્દ્રીય કેબીનેટએ રૂપિયા ૬૯૪૦ કરોડની ઉત્પાદન લક્ષી યોજનાઓ ધરેલું ઉત્પાદન અને આવશ્યક દવાઓની કાચી સાધન સામગ્રીના ઉત્પાદન માટેની યોજનાની સાથે સાથે રૂ.૩૦૦૦ કરોડ દવા ઉઘોગની ફેકટરીઓના સંયુકત ઉઘોગ જુથોની રચના અને બલ્ક પાર્ક કલસ્ટરને સાકાર કરવાની યોજનાઓને મંજુરીની મહોર આપી હતી.
સરકારે દવાના ઉત્પાદન માટેની મુળભૂત ૫૩ પ્રકારની કાચી સાધન સામગ્રીને સ્પષ્ટ વ્યાખ્યાયિત કરીને ઉત્પાદનની મંજુરીઓ અને કંપનીઓની ભાગીદારી અંગેના નિયમોમાં વ્યાપક પ્રમાણમાં છુટછાટ આપી છે. મનસુખભાઇ માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય દવા બનાવતી કંપનીઓ પોતાનું ઉત્પાદન વધારી શકે તે માટે વિદેશી કંપનીઓના સહયોગ અને એફ.ડી.આઇ. ના માઘ્યમથી વિદેશી કંપનીઓ વધુમાં વધુ ટેકનોલોજીનો આવિષ્કાર કરી શકે તે માટે સરકારની ઉદાર ભાવનાથી દેશમાં દવા બનાવતી કંપનીઓ માટે દેશમાં સાનુકુળ વાતાવરણ ઉભુ કરવા માંગીએ છીએ.
સરકારે રસાયણેના આયાત માટેના નિતિનિયમો અને પ્રતિબંધોની વ્યાખ્યાઓ અને અવરોધો દુર કરવાના નવા નિયમોની રચના કરી આ ક્ષેત્રની સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવાના પ્રયાસો પર કામ કરવાનું શરુ કરી દીધું છે.
કાચા માલની ગુણવત્તાનું નિયમન અને તેના માપદંડોની જાળવણી ખુબ મહત્વની છે. કેટલાંક રસાયણોની જેનેરિક નિયમો અંતર્ગત આયાત કરવામાં આવે છે. જેનાથી કેટલીક મુશ્કેલીઓ સર્જાય છે તેથી અમે ૫૩ જેટલા પાયાના રસાયણો માટે ખાસ માણ દંડો બનાવીને આ પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. તેમ વ્યાપાર મંત્રાલય સાથે કાચા માલ સામાનની આયાત માટેના નિશ્ચિત માપ દંડોની વ્યવસ્થા કરી હોવાની બાબતે માહિતી આપતા મનસુખભાઇ માંડવીયાએ ઉમેયુૃ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મ નિર્ભર ભારતનું આહવાન કર્યુ છે. જેનો મતલબ ભારતને આ ક્ષેત્રમાં વધુમાં વધુ આત્મ નિર્ભર બનવું જોઇએ. દેશમાં ટેકનોલોજી અને રોકાણનું પ્રોત્સાહન આપવા માટે વર્તમાન મંદીને દુર કરીને ભારતની ચીન જેવા કોઇ એક દેશ પરની દવા અને ઔષધિય ઉપકરણ માટેની નિર્ભરતા દુર કરવા માટે કમરકસી છે. તબીબી સંશાધનોમાં થર્મેગેમિટર શુઘ્ધાની આયાત થાય છે. આપણે ભારતમાં તે બનાવી ન શકીએ ? કોવિડ-૧૯ મહામારીના કટોકટીના પરિસ્થિતિ માટે નિમાયેલા મંત્રીઓના સંગઠનમાં ફરજ બજાવતા મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે ભારતની આ પરાવલંબિતા દુર થવી જોઇએ.
૨૦૧૮-૧૯માં ભારતે થર્મોમીટરની ૧૦ મિલિયન ડોલરની કિંમતની કલીનીકલ અને ડિઝીટલ ની વિદેશમાંથી આયાત કરવામાં આવી હતી. તેમાંથી ચીનનો ૭૫ ટકા હિસ્સો હતો તેમણે જણાવ્યું હતું કે ઉંડાણપૂર્વકની સમીક્ષા કરતા આપણી પરાંવલંબીતા અને આયાત પરનો ખ્યાલ
આવે છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારતની કંપનીઓને ઉત્પાદન ક્ષેત્રે પ્રોત્સાહીત કરીને હાઇકોલીક કલોરોકઇન પરાસીયમોલ અને એઝીપ્રોમાઇસીન જેવી દવાઓ ૪ર જેટલા દેશોમાં નિકાસ કરીને ભારતની જરૂરિયાતો પુરતી દવાઓ રાખીને બાકીનો જથ્થો નિકાસ કરવામાં આવ્યો હતો.
કોરોના કટોકટીમાં ભારતની આ હિંમત ભરી ફામાસ્યુટીકલ અને માન્યતાવાદી કામગીરીને પગલે ભારત વિશ્વનું બની રહ્યું હતું. સરકાર હવે દવા બનાવવાના કાચા માલના ધરેલું ઉત્પાદન માટે કમર કસી રહી છે. વિશ્વની ૮ જેટલી દવા બનાવતી વિશાળ કંપનીઓએ ભારતમાં દવાના કાચા માલના ઉત્પાદન માટે રસ દાખવ્યા છે. અત્યારે ભારતનો દવા ઉઘોગ ચીનના આયાતી કાચા માલ પર નિર્ભર છે અને ૭૦ ટકાથી વધુ માલ ચીનમાંથી આવે છે હવે તેને સ્વદેશી ધોરણે તૈયાર કરવામાં આવશે.