ભાવ વધવાની શકયતાને પગલે સોનાની ખરીદી પાછળ લોકોની દોટ, ખરીદીમાં ધરખમ વધારા
રશિયા- યુક્રેન બાદ ઇઝરાયેલ- હમાસ અને હવે ઇઝરાયેલ- ઈરાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે. આ દરમિયાન બાંગ્લાદેશમાં પણ ગૃહયુદ્ધ છેડાયું છે. આમ વિશ્વભરમાં સરહદ ઉપરના તણાવ વધ્યા છે અને રાજકીય ઉથલપાથલ પણ વધી છે. જેને કારણે સોનાના ભાવ ભડકે બળે તેવા એંધાણ મળી રહ્યા છે.
જ્વેલર્સ અને વેપારીઓએ જણાવ્યું હતું કે ગ્રાહકો સોનું ખરીદવા માટે દોડી રહ્યા છે, કેટલાક તો એડવાન્સ ઓર્ડર પણ આપી રહ્યા છે, કારણ કે તેમને ડર છે કે તાજેતરના ઘટાડા પછી ભાવ ફરી વધી શકે છે. બજેટમાં કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડા બાદ પીળી ધાતુના ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ વિશ્વના બીજા સૌથી મોટા બુલિયન માર્કેટમાં ખરીદદારોના ધસારાને કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે.
જ્વેલર્સે અહેવાલ આપ્યો હતો કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં અગાઉના સપ્તાહના કરતાં 15% વધુ ગ્રાહકો જોવા મળ્યા હતા, કારણ કે ગ્રાહકોએ નીચા ભાવનો લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ઘટાડો કરે તેવી ધારણા હતી અને મધ્ય પૂર્વ સંઘર્ષ ભડક્યો હોવાથી માંગમાં વધારાને કારણે ડ્યુટી કટના પખવાડિયાની અંદર ભાવમાં 2%નો ઉછાળો આવ્યો હતો. 23મી જુલાઈએ રજૂ કરાયેલા નાણાકીય વર્ષ 2025ના બજેટમાં સોના પરની આયાત ડ્યૂટી 15%થી ઘટાડીને 6% કરવામાં આવી હતી, જેના કારણે ગ્રાહકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. ડ્યુટી કટના બીજા દિવસે 24 જુલાઈના રોજ સોનાના છૂટક ભાવ રૂ.71,225 પ્રતિ 10 ગ્રામ હતા, જે 2 ઓગસ્ટ સુધીમાં વધીને રૂ.72,594 પ્રતિ 10 ગ્રામ થઈ ગયા છે.
મુંબઈ સ્થિત કામા જ્વેલરીના મેનેજિંગ ડિરેક્ટર કોલિન શાહે જણાવ્યું હતું કે, “ગ્રાહકોમાં એવી લાગણી છે કે ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરવાની ધમકી આપી હોવાથી ભાવમાં વધુ વધારો થઈ શકે છે. આ તેમને ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.” રૂ.25,000 થી રૂ.4 લાખની વચ્ચેની જ્વેલરી ખરીદી રહ્યા છીએ.”