પુ. માધવપ્રિયદાસજી સ્વામી તથા ગુજરાત હાઇકોર્ટ જજ ઢોલરીયાના હસ્તે વિજેતા ટીમને રૂ ૨.૫૧ લાખ અને રનર્સઅપ ટીમને રૂ ૧.૨૫ લાખનો ચેક અર્પણ
સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્ર્વવિઘા પ્રતિષ્ઠાનમ અને એસજીવીપી સૂર્યા સ્પોટસ એકેડમી દ્વારા યોજાયેલ જીપીએલ-૭માં લેધર બોલ કેટેગરીમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, મુંબઇ, હરીયાણા, તામીલનાડુ, દિલ્હી, મેઘાલય, હરીયાણા રાજયસ્થાનની ૪૪ ક્રિકેટ ટીમોએ ભાગ લીધેલ.
જેમાં ફાઇનલ મેચમાં દર્શનમ બોમ્બર્સ ઇલેવન બરોડા રેવા ડીવીઝન મઘ્યપ્રદેશને ત્રણ રનથી હરાવીને વિજેતા બની હતી. પૂ. માધવપ્રિયદાસજી સ્વામી તથા ગુજરાત હાઇકોર્ટના જજ ઢોલરીયા હસ્તે વિજેતા ટીમને રૂ ૨.૫૧ લાખ રનર્સ ટીમને રૂ ૧.૨૫ લાખ રોકડા પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. મેન ઓફ સીરીઝ ને રૂ ૨૫ હજાર, બેસ્ટ બેટસમેનને રૂ ૧૫ હજાર, બેસ્ટ બોલરને રૂ ૧૫ હજારનો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂ. માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ખરેખર આ ફાઇનલ મેચ રોમાંચક રહયો બંને ટીમોનો જુસ્સો પ્રસચનીય રહ્યો છે
આ દેશમાં જેટલા યુવાનો છે તેટલા યુવાનો કોઇ દેશમાં નથી. આ ભારત માટે મોટું સદ્દભાગ્ય છે ભારતનો યુવાન શરીરથી સ્વસ્થ હોય. મનથી નિર્મળ હોય તેની બુઘ્ધિ તીક્ષ્ણ હોવી જોઇએ. ઘડતરનો આવા ઉમદા ઘ્યેયથી આ એસજીવીપી ઇન્ટર નેશનલ કેમ્પનું સર્જન થયું છે.
યુવાનો માટે આ એજીવીપી ક્રિકેટ ગ્રાઉન્ડને અમે ભગવાનનું મંદીર માનીએ છીએ અને બેટ અને બોલને ભગવાનની પુજા ની સામગ્રી માનીએ છીએ.
જીતને ખેલદીલીથી સ્વીકારીએ સાથે સાથે હારને પણ ખેલદીલીથી સ્વીકારીએ. હારથી નિરાશ ન થવું ને જીતથી ગર્વ ન કરવો. મા ભારતનું ગૌરવ વધારીએ. જેણે જેણે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે તેને અમારા અભિનંદન
આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના જજ ઢોલરીયા, પૂર્વ ક્રિકેટર ઉદય જોશી અને વીમલ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ મેચની તમામ વ્યવસ્થા સ્વામી ધર્મવત્સલદાસજી સ્વામી જાલસિંહ અને ભરત પટેલે સંભાળી હતી.