યલો, વ્હાઇટ અને રોઝ ગોલ્ડ સહિતની વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ
એક સમયે ભારતને ‘સોને કી ચિડિયા’ કહેવામાં આવતો હતો આજે પણ ભારતમાં સોના વગર લગ્ન થતાં નથી. ભારતમાં હર તહેવાર અને પ્રસંગો દરમિયાન સોનાની ખરીદી વધુ પ્રમાણમાં થતી હોય છે. એમાં પણ દિવાળીના મહાપર્વ નીમીતે ખરીદીનો માહોલ કંઇક અલગ જ જોવા મળતો હોય છે.હાલ સોનામાં પણ વિવિધ વેરાવટીઓ જોવા મળી રહી છે. જેમ કે યેલો યોલ્ડ, વ્હાઇટ ગોલ્ડ, રોઝ ગોલ્ડ અને ગ્રીન ગોલ્ડ હાલ રાજકોટની બજારની વાત કરીએ તો દિવાળીના પર્વને ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
ખાસ તો ધનતેરસના દિવસને સોનાની ખરીદી માટે શુભ ગણવામાં આવે છે. તેને લઇને વિવિધ જવેલર્સમાં ઘણી બધી ડિસ્કાઉન્ટ ઓફર્સ પણ ચાલી રહી છે. અવનવી તેમજ આકર્ષક ડિઝાઇન વાળી જવેલરીની ઘૂમ ખરીદી થઇ રહી છે. સોનાની જવેલરીની વાત કરીએ તો પરંપરાગત ઘરેણાની સાથો સાથ હાલ કપલ જવેલરીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં કપલ બેન્ડ, કપલ રીંગની વધુ ખરીદી થઇ રહી છે.દિવસેને દિવસે ડોલરની કિંમત રૂપિયા સામે વધતી જાય છે. ત્યારે ડોલરના ભાવ પ્રમાણે સોનાનો ભાવ નકકી થતો હોય છે. ત્યારે આવનારા સમયમાં સોનાના ભાવમાં વધારો થઇ શકે તેવી શકયતા દેખાઇ રહી છે ત્યારે લોકોએ આ દિવાળીના તહેવાર પર સોનાની ખરીદી કરી લેવી તે વધુ આવશ્કય છે.
અમારૂ અફઘાન જવેલરીનું કલેકશન કયાંય જોવા નહીં મળે: શિલ્પા જવેલર્સના કેતનભાઇ
આ તકે શિલ્પા જવેલર્સના કેતનભાઇએ જણાવ્યું હતું કે અત્યારે દિવાળીની ખરીદીનો માહોલ ખુબ જ સારો છે. સોનાનું હાઇએસ્ટ કલેકશન અમારી પાસે છે. અને અફઘાન જવેલરીનું કલેકશન લઇને આવ્યા છીએ. ટીનએજર્સથી લઇને યંગ જનરેશન માટે રોઝ ગોલ્ડ જવેલરી કપલ જવેલરી ખુબ જ ચાલી રહ્યાં છે.
હાલ અમારી પાસે ગોલ્ડ જવેલરીમાં એન્ટીક જવેલરી, બિકાનેરી મીનાની જવેલરી, ડાયમંડ જવેલરી, ચંદન હાર એમ લાઇટ વેઇટથી લઇ હેવી વેઇટની જવેલરી ઉપરાંત બ્રાઇડલ લોન્જ પણ છે કપલ જવેલરીમાં અમે કપલ બેન્ડઝ અને વોચીઝ બનાવેલ છે.
અમારી પાસે એકસકલૂઝીવ લાઇટ વેઇટ જવેલરી: જવેલદિપ જવેલર્સના અમિતભાઇ
આ તકે જવેલદીપ ઓર્નામેન્ટસમાંથી અમિતભાઇ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે અમે ગુજરાતમાં પ્રથમવાર અમે રોઝ ગોલ્ડનો શોરૂમ લઇને આવ્યા છીએ. જેમાં એકસકલુઝીવ લાઇટ વેઇટ જવેલરી જે યંગ જનરેશનને ગમે છે. અને ઓનલાઇન મળતી જવેલરીથી એક સ્ટેપ આગળ છે. જેને એકદમ વ્યાજબી ભાવે અમે લઇ આવ્યા છીએ.
અમારે શો રૂમને દસ વર્ષ પૂરા થયા છે. અમે નવો શો-રૂમ ઉભો કર્યો છે. જેમાં રોઝ ગોલ્ડની વિવિધ વેરાયટીઓ મળી રહી છે. અમારી પાસે ડાયમંડ જવેલરી, રોઝ ગોલ્ડ જવેલરી ઉપરાંત ચાંદીના વાસણ, ટીકા, લગડી, મૂર્તિ ઉપરાંત ગીફટ આઇટમની પણ વિશાળ રેન્જ છે જે અમારા એક શો-રૂમમાં બધી જ વસ્તુ ઉપલબ્ધ થઇ જાય છે.
રૂપિયાના અવમૂલ્યનથી સોનાનો ભાવ વઘ્યો: રાજકોટ ગોલ્ડ ડિલર એસો.ના પ્રમુખ ભાયાભાઇ
રાજકોટ ગોલ્ડ ડીલર એસોસીએશનના પ્રમુખ ભાયાભાઇ સાકોલીયાએ જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ માર્કેટના ભાવ પ્રમાણે સોનાનો ભાવ નકકી થતો હોય છે અને આપણા દેશમાં સોનાનો ભાવ વઘ્યો છે. તેનું મુખ્યત્વે કારણએ છે કે રૂપિયે ગગળતો જાય છે.
ડોલર અને પાઉન્ડની સામે એટલે સોનાની ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે અને રોઝ ગોલ્ડ વિશે જણાવ્યું હતું કે રોઝ ગોલ્ડએ કોઇ ગોલ્ડનથી પરંતુ જે રીતે આપણે ગોલ્ડ પર એકસેડાઇઝ કરીએ તે રીતે રોઝ ગોલ્ડમાં ગોલ્ડની ઉપર રોઝ કલરની લેચર ચડાવવામાં આવે છે જેને રોઝ ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે.
અમે લાઇટ વેઇટ જવેલરી પર વધુ ઘ્યાન આપીએ છીએ: વજુભાઇ જવેલર્સના મયુરભાઇ
આ તકે વજુભાઇ જવેલર્સના મયુરભાઇએ જણાવ્યું હતું કે અમે લાઇટ વેઇટ જવેલરી પર વધુ ઘ્યાન આપીએ છીએ. એન્ટીક ડાયમંડ, રેડીયમવાળા દાગીના વગેરે હાલ વધુ ચાલી રહ્યાં છે. આ ઉપરાંત કપલ જવેલરીનો ટ્રેન્ડ છે. જેમાં કપલ બેન્ડ, કપલ બ્રેસલેટ વધુ પ્રમાણમાં લોકો ખરીદી રહ્યા છે. આ ઉપરાંત રોઝ ગોલ્ડમાં જેન્ટસ કડા, લેડીઝ બેસલેટ જેવી બધી જવેલરીનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
દિવાળી અને લગ્નગાળાને ઘ્યાને રાખી અમારી પાસે બેસ્ટ કલેકશન: જે.પી. જવેલર્સના ધવલભાઇ
જે.પી. જવેલર્સના ધવલભાઇ સોનીએ જણાવ્યું હતું કે દિવાળીનો માહોલ જયારે નજીક આવી રહ્યો છે. ત્યારે અત્યારથી જ લોકોનો સોનાની ખરીદીમાં રસ જોવા મળી રહ્યો છે. અને તહેવારો પર લોકો ખરીદી કરતા હોય છે ત્યારે દિવાળીને લઇને જે.પી. જવેલર્સમાં એન્ટીક જવેલરી, રોઝ ગોલ્ડ, તેમજ કપલ બેન્ડ પણ તેઓ પાસે ઉ૫લબ્ધ છે.
દિવાળીને લઇને પણ તેઓ પાસે એકસકુલઝીવ કલેકશન પણ છે. અને તેમાં સારી ઓફરો પણ રાખવામાં આવી છે. તેઓએ કપલ જવલેરી વિશે જણાવતા વધુમાં કહ્યું હતું કે અત્યારે કપલ જવેલરીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે કપલ બેન્ડ, કપલ રીંગ, અને કપલ બ્રેસલેટ નો ટ્રેન્ડ છે. અને સાથે સાથે રોઝ ગોલ્ડમાં તમામ પ્રકારની જવેલરી દિવાળી ને લઇ અને વેડીંગ સીઝનને ઘ્યાનમાં લઇ ઉપલબ્ધ છે.
કપલ, રોઝ, ડાયમંડ અને ઇટાલીયન જવેલરીમાં અમારી પાસે શ્રેષ્ઠ સ્ટોક: રાધીકા જવેલર્સના મુકેશભાઇ
રાધીકા જવેલર્સના મુકેશભાઇ એ જણાવ્યું હતું કે, દિવાળીની સીઝનને લઇને રોજ ગોલ્ડ જવેલરી અને વેડીંગ સીઝનને લઇને બ્રાઇડલ કલેકશન તેમની પાસે ઉપલબ્ધ છે. અમારસ પાસે કપલ જવેલરી, રોઝ ગોલ્ડ જવેલરી, ડાયમંડ જવેલરી, ઇટાલીયન ટાઇપ જવેલરીનો ખુબ સારા પ્રમાણમાં સ્ટોક જોવા મળશે.