રાજકોટના વિઘાર્થીઓએ ફેશન જગતમાં વગાડયો ડંકો
INIFD રાજકોટના ૧૦ વિઘાર્થીઓએ મેળવી ઝળહળતી સિઘ્ધી: ૭૦-૮૦ ના દશકાની વિન્ટેજ સ્ટાઇલ રજુ કરવા પ૦ થી વધુ સ્કેચ તૈયાર કરાયા હતા: દેશના હાઇ કમિશનર રુચી ઘનશ્યામે સ્ટુડન્ટસને એવોર્ડ આપી બિરદાવ્યા: INIFDના ડિરેકટર નૌશિક પટેલ સાથે ભાવિ ફેશન ડિઝાઇનરો ‘અબતક’ના આંગણે
સમગ્ર વિશ્વના ફેશન જગતમાં ભારત પણ પોતાનો સિંહફાળો નોંધાવતું આવ્યું છે અને સમગ્ર વિશ્વએ તેની નોંધ પણ લીધી છે. ત્યારે ફરી એક વખત વિશ્વ કક્ષાએ ફેશન જગતમાં ૨૦૧૯માં આયોજીત વિશ્વના સૌથી મોટા બે ફેશન વિક ન્યુયોર્ક ફેશન વિક અને લંડન ફેશન વિકમાં
INIFD(ઇન્ટર નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ડિઝાઇન) રાજકોટના ૧૦ વિઘાર્થીઓની પસંદગી થઇ અને તેમણે ભાગ લીધો તેમજ તેઓએ બનાવેલ વસ્ત્રો (ગારમેન્ટસ)ની ડીઝાઇન રજુ કરી નથી. જેમાંથી INIFDરાજકોટની ત્રણ વિઘાર્થીનીઓ મીરા માંકડીયા, સેજલ મિનિપરા અને હેલીના શિંગાળાએ ગુજરાતમાંથી સૌપ્રથમ વખત એક સાથે બન્ને ફેશન વિકમાં પોતાની ડીઝાઇન રજુ કરનાર વિઘાર્થીની તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યુ.
આ અંગે INIFDરાજકોટ ના સેન્ટર ડિરેકટર નૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે યોજાતા વિમોટા ચાર ફેશન વિક્રમાના બે એવા ન્યુયોર્ક ફેશન વિક અને લંડન ફેશન વિકમાં આ વર્ષે સૌરાષ્ટ્રમાંથી લગભગ ૮૦ થી વધુ ફેશનનો અભ્યાસ કરતા વિઘાર્થીઓએ પોતાની ડિઝાઇન ત્યાં મોકલેલી. જેમાંથી INIFDરાજકોટ ના ૧૦ વિઘાર્થીઓએ એકસાથે મળી ડિઝાઇન કરેલા ગારમેન્ટસની પસંદગી થયેલી. જેમાં ન્યુયોર્ક ફેશનવિકમાં જેમની ડિઝાઇન પસંદ થઇ તે વિઘાર્થીઓમાં મીરા માંકડીયા, સેજલ મીનીપરા, ઇશિતા ધોળકીયા, હેમાક્ષી ગઢીયા, પૂજા લોઢીયા, ઇન્દ્રજીત વાળા અને મૌલિક ગોહેલ નો સમાવેશ થાય છે.
જયારે લંડન ફેશન વિકમાં જે વિઘાર્થીઓની ડિઝાઇન પસંદ થઇ તેમાં હેલીના શીંગાળા, મેના વિરડીયા, મહેશ્વરીબા જાડેજા, મીરા માંકડીયા અને સેજલ મીનીપરા નો સમાવેશ થાય છે. જેમાંથી મીરા માંકડીયા, સેજલ મીનીપરા અને હેલીના શિંગાળા ગુજરાતની સૌ પ્રથમ એવી વિઘાર્થીનીઓ બની છે કે જેની ડિઝાઇન બન્ને ફેશન વિકમાં એક સાથે રજુ થઇ હોય.
ફેશન ડીઝાઇનનો અભ્યાસ કરતા આ વિઘાર્થીઓને આટર્સ એનડ ક્રાફટ રીપર્પસ નામની થીમ મળી હતી. જે મુજબ ૭૦-૮૦ ના દશકાની વિન્ટેજ સ્ટાઇલને રજુ કરવાની હતી. એક ડિઝાઇન તૈયાર કરવા વિઘાર્થીઓએ પ૦ થી વધુ સ્કેચ તૈયાર કર્યા હતા. જેમાંથી ૧૦ ફાઇનલ થયા હતા.
તે ૧૦ સ્કેચમાંથી આ વિઘાર્થીઓએ પોતાની સુઝ-બુજ મુજબ અને તેમના શિક્ષક મીત પારેખ તેમજ હોલીવુડ ફિલ્મ સ્ટાર ટોમ ફ્રૂઝના સ્ટાઇલર ન્યુયોર્કના ફેશન ડિઝાઇનર જોસેફ ટોરેન્કાના માર્ગદર્શનથી એક સ્કેચ બનાવ્યો જે ડિઝાઇન મંજુર રહી હતી. ત્યારબાદ ચાલુ કાપડામાં તે ડિઝાઇન બનાવાઇ તે યોગ્ય રહ્યા બાદ મુખ્ય ડ્રેસ ડીઝાઇન કરાયો. આ બધામાં વિઘાર્થીઓને બે મહિનાથી વધુનો સમય લાગયો હતો. આ વિઘાર્થીઓને લંડન ફેશનવિકની મેનેજમેન્ટ ટીમના સભ્ય તરીકે ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
ન્યુયોર્ક ફેશનવિક દરમિયાન ભારતના ડેપ્યુટી કાઉન્સીલ જનરલએ ખાસ હાજર આપી ભારતના વિઘાર્થીઓની ટેલેન્ટને બીરદાવી હતી. જયારે લંડન ફેશનવિકમાં ભારતના હાઇકમીશન રુચી ઘનશ્યામએ વિઘાર્થીઓને ભારતભવનમાં બોલાવી એવોર્ડ આપી તેમની કલાને પ્રોત્સાહન આપી સન્માનીત કર્યા હતા. રાજકોટના વિઘાર્થીઓએ તેમની સફળતાનો તમામ શ્રેય INIFDના શિક્ષકો મિત પારેખ, બીના રાવલ, કાજલ શાહ અને નૌશિક પટેલને આપ્યો હતો.
જયારે સેન્ટર હેડ પાયલ પટેલે જણાવ્યું હતું કે, અમે ખુબ ગર્વ અનુભવિએ છીએ કે રાજકોટના એક સાથે ૧૦ વિઘાર્થીઓને અમે ખીલવવાની અને આ ઉચ્ચ પ્લેટફોર્મ પુરુ પાડવાની તક આપી. અમારો ઘ્યેય વિઘાર્થીમાં રહેલી ટેલેન્ટ વિશ્વફલક પર વિસ્તરે અને તેની કારકીદી ઘડાય તેવો છે. ઝળહળતી સિઘ્ધિ બદલ નૌશિક પટેલ સાથે વિઘાર્થીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.