જો વ્યક્તિનાં માતા-પિતાને ઝામર હોય તો તે વ્યક્તિ પર ઝામર વાનું રિસ્ક સામાન્ય લોકો કરતાં આઠગણું વધારે હોય છે. આ ઉપરાંત જે વ્યક્તિને ડાયાબિટીસ છે તેને પણ આ રોગ વાનું રિસ્ક ઘણું વધારે છે. આ લોકોએ ૪૦ વર્ષ પછી દર વર્ષે ચેક-અપ કરાવી વહેલું નિદાન કરાવવું ખૂબ જરૂરી છે. નિદાન બાદ ફક્ત એક આઇ-ડ્રોપના નિયમિત વપરાશી ઝામરને લીધે આવતા અંધાપાી બચી શકાય છે
વધતી ઉંમરે વ્યક્તિને આંખનો એક રોગ ઈ શકે છે જેનો ઇલાજ ન કરવામાં આવે તો થોડાં જ વર્ષોમાં વ્યક્તિની દ્રષ્ટિ સંપૂર્ણપણે જતી રહે એવું બની શકે છે. આ રોગ છે ઝામર, જેને અંગ્રેજીમાં ગ્લોકોમા કહે છે. આંખમાં રહેલા ચેતાતંતુઓ આંખ જે જુએ છે એ દૃશ્યને મગજ સુધી લઈ જવાનું કામ કરે છે. ઝામરમાં આ સંદેશો લઈ જનારા ચેતાતંતુઓ ડેમેજ ાય છે અને ધીમે-ધીમે મગજ સુધી સંદેશાઓ પહોંચવાનું બંધ તાં વ્યક્તિને દ્રષ્ટિનો પ્રોબ્લેમ ચાલુ ાય છે. જ‚રી ની કે આ રોગમાં શ‚આતી જ લક્ષણો દેખાવાનું ચાલુ ઈ જાય. એવું પણ બને કે કોઈ લક્ષણો દેખાય જ નહીં અને અચાનક જ્યારે દ્રષ્ટિનો પ્રોબ્લેમ થાય અને તમે ડોક્ટર પાસે જાઓ ત્યારે ડોક્ટર તમને જણાવે કે તમને ઝામર છે. મહત્વની વાત એ છે કે ત્યારે મોડું ઈ ચૂક્યું હોય છે. જે દ્રષ્ટિ જતી રહી એને કોઈ ઇલાજ દ્વારા પાછી લાવી શકાય નહીં, આંખને જેટલું ડેમેજ ઈ ગયું એ રિપેર ઈ શકે નહીં.
માટે એ અત્યંત જરૂરી છે કે વ્યક્તિને કોઈ લક્ષણ દેખાય કે ન દેખાય, પરંતુ વ્યક્તિ ૪૦ વર્ષની ઉંમર પછી દર વર્ષે આંખ ચેક કરાવડાવે અને એમાં પણ આંખની અંદરનું પ્રેશર, ચેતાતંતુઓની કાર્યક્ષમતા અને પેરિફેરલ વિઝન એટલે કે આંખની કિનારીએી વ્યક્તિને બરાબર દેખાય છે કે નહીં એ ખાસ ચેક કરાવવું જોઈએ. આજે આપણે જોઈએ કે ઝામર કોને ઈ શકે અને એનો ઇલાજ શું છે.
લક્ષણો
જોકે આગળ વધતાં પહેલાં એ જાણી લઈએ કે આ રોગમાં જે લક્ષણો દેખાય છે એ કયાં છે. આપણે જાણીએ છીએ એમ કેટલાક કેસમાં કોઈ લક્ષણો દેખાતાં ની અને અમુક કેસમાં દેખાઈ પણ શકે છે. જો વ્યક્તિને ઝામર હોય તો તેને લાઇટની આજુબાજુ ગોળ કૂંડાળાં દેખાય છે, ઝાંખું કે ધૂંધળું દેખાવાનું શરૂ ઈ જાય છે, આંખ લાલ ઈ જાય છે, ગભરામણ કે ઊલટી જેવું યા કરે છે, આંખમાં દુખાવો ઊપડે છે, વિઝન સાંકડું ઈ જાય છે એટલે કે અમુક હદ સુધીની વસ્તુઓ જ દેખાય એવું બની શકે. ક્યારેક એવું બને છે કે અચાનક જ આંખનું પોતાનું પ્રેશર વધી જાય છે જેને કારણે અચાનક જ આંખમાં દુખાવો, ધૂંધળું વિઝન કે માાનો દુખાવો શરૂ ઈ જાય છે. આવાં ચિન્હો અનુભવીને વ્યક્તિ ચશ્માંના નંબર ચેક કરાવવા માટે ઑપ્ટિશ્યન પાસે પહોંચી જાય છે. હકીકતમાં તેમને આંખના નંબરની નહીં, બીજી જ તકલીફ હોય છે જે ક્યારેક જલદી પકડમાં ની આવતી. સમજદારી એ છે કે લક્ષણો દેખાય કે ન દેખાય, વ્યક્તિએ ૪૦ વર્ષની ઉંમર પછી ચેક-અપ કરાવવું જ જોઈએ.
કોને ાય?
સામાન્ય રીતે ઝામર ૪૦ વર્ષની ઉંમર પછીના લોકોને જ ાય છે, પરંતુ ક્યારેક નવજાત બાળકો કે યુવાનોમાં પણ જોવા મળે છે. વળી અમુક પ્રજાતિઓ જેમ કે આફ્રિકન-અમેરિક્ધસ, આઇરિશ, રશિયન, જેપનીઝ લોકોમાં પણ આ રોગ વધુ જોવા મળે છે. આ રોગ આમ તો કોઈ પણ વ્યક્તિને ઈ શકે છે, પરંતુ કોના પર આ રોગ વાનું રિસ્ક વધારે છે એ જણાવતાં હિન્દુજા હેલ્કેર સર્જિકલ હોસ્પિટલ-ખારના ક્ધસલ્ટન્ટ ઑફ્ેલ્મોલોજિસ્ટ, વિટ્રીઓ-રેટિનલ સજ્ર્યન અને યુવિઆઇટિસ સ્પેશ્યલિસ્ટ ડોકટરકહે છે, જે વ્યક્તિને ડાયાબિટીઝ છે તેમને આ રોગ વાની શક્યતા વધારે રહેલી છે. આ રોગ જિનેટિક પણ છે એટલે કે જે બાળકોનાં માતા-પિતાને આ રોગ હોય તે બાળકોને ઝામર વાની શક્યતા સામાન્ય બાળકો કરતાં આઠગણી વધારે હોય છે. જ્યારે પણ અમે કોઈ વ્યક્તિને ઝામર છે એવું નિદાન કરીએ છીએ ત્યારે પહેલું સૂચન તેને એ કરીએ છીએ કે તેમના પરિવારમાં દૂર-દૂર સુધી બધાને ફરજિયાતપણે ઝામરની ટેસ્ટ કરાવડાવો. જિનેટિક હોવાને કારણે શક્ય છે કે એ પરિવારમાં ફેલાયેલો હોય અને એની જાણ કોઈને ન હોય. જેના પરિવારમાં કોઈને ઝામર હોય અને જે વ્યક્તિ પોતે ડાયાબિટીઝનો શિકાર હોય તેણે ખાસ ૪૦ વર્ષની ઉંમર પછી જીવે ત્યાં સુધી દર વર્ષે ઝામરની ટેસ્ટ કરાવવી ખૂબ જ જરૂરી છે.
ઇલાજ શું?
ઝામરનો ઇલાજ ન કરાવીએ તો લગભગ ૭-૮ વર્ષમાં કે વધુમાં ૧૦-૧૨ વર્ષમાં વ્યક્તિને અંધાપો આવી શકે છે. આ ગંભીર પરિસ્થિતિને ટાળવા માટે એનું વહેલું નિદાન અત્યંત જ‚રી છે. જો એનું નિદાન વહેલું ઈ જાય તો એનો ઇલાજ ખૂબ જ સરળ છે જેના વડે ઝામરી છુટકારો ની મળી શકતો, પરંતુ આંખમાં તું ડેમેજ અટકાવી શકાય છે. ઇલાજ વડે આંખમાં આવતો અંધાપો પણ અટકાવી શકાય છે. એ વિશે જણાવતાં ડો. નિશાંત કુમાર કહે છે, જે વ્યક્તિને ઝામર ાય તેને એક પ્રકારના આઇ-ડ્રોપ આપવામાં આવે છે જે તેની જરૂરિયાત મુજબ ડોક્ટર લખી આપે છે.
આ ડ્રોપ્સ દરરોજ આંખમાં નાખવાં જરૂરી છે. ફક્ત ડ્રોપ્સ નાખવાી જ ઝામરની તકલીફ આગળ વધતી અટકાવી શકાય છે જે ખૂબ જ સરળ ઇલાજ છે, પરંતુ અમુક ગણ્યાગાંઠીયા કેસમાં ડ્રોપ્સી કામ ની તું, એમાં સર્જરી કરવી પડે છે. એક લેઝર સર્જરી છે અને બીજી નોર્મલ સર્જરી. બન્નેમાંી કોઈ પણ એક સર્જરી વ્યક્તિની જરૂરિયાત અનુસાર ડોક્ટર સૂચવતા હોય છે.
ઇલાજની ગંભીરતા
જે લોકોનું નિદાન જલદી ઈ જાય છે એ લોકો પણ ઇલાજ બાબતે સિરિયસ ન હોય તો ગંભીર પરિણામ આવી શકે છે. એ વિશે વાત કરતાં ડોકટર કહે છે, ઘણા લોકો આ રોગની ગંભીરતા ની સમજતા. એી દવા તરીકે આપવામાં આવેલાં ડ્રોપ્સ અનિયમિતપણે લે છે. હકીકત એ છે કે આ ડ્રોપ્સ તેઓ જીવે ત્યાં સુધી દરરોજ લેવાં જરૂરી છે. સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ એને મહિનામાં એકાદ વખત નાખતાં ભૂલી જાય તો ફરક ની પડતો, પરંતુ જો અઠવાડિયામાં એકાદ વખત નાખતાં તે ભૂલે તો તેની આંખને ડેમેજ ઈ શકે છે.
આ વખતે વ્યક્તિને લાગે છે કે ડ્રોપ્સ અસર ની કરી રહ્યાં, પરંતુ હકીકતમાં પૂછીએ ત્યારે ખબર પડે કે આ હાલત તેમની બેદરકારીને લીધે ઈ છે. બ્લડપ્રેશર અને ડાયાબિટીઝની દવા જેમ દરરોજ લેવી જરૂરી છે અને સો-સો રેગ્યુલર ચેક-અપ કરાવતાં રહેવું પણ જરૂરી છે એ જ રીતે ઝામરમાં પણ નિયમિત ડ્રોપ્સ અને ચેક-અપ જરૂરી છે.