ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઇન (IFJD) દ્વારા રાજકોટના કાલાવડ રોડ ખાતે આવેલ હોટલમાં યોજાયેલ બનારસ બજાર કાર્યક્રમ હેઠળ શાનદાર ઇન્ટરનેશનલ રેમ્પવોકમાં સેતુ ફાઉન્ડેશનના મુકબધિર બાળકોએ રેમ્પવોક કરીને આમંત્રિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
અમારા મનમાં ઉજ્જવળ ભવિષ્યનો આશાવાદ
છેલ્લા દોઢ મહિનાથી અભ્યાસ કરતા તા’ : રોજ અભ્યાસ કરે ને ભૂલી જવા છતાં આકરી મહેનતે પરફોર્મ કર્યું
આઈ.એફ.જે.ડી. ના વિદ્યાર્થીઓ માટે રાજકોટમાં પ્રથમ વખત બનારસ બજાર અને ફેશન શોનું કોમ્બિનેશન કરીને શાનદાર પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.સેતુ ફાઉન્ડેશનના આ મુકબધિર બાળકો છેલ્લા દોઢ મહિના થી પ્રેક્ટિસ કરતા હતા. તેઓ દરરોજ પ્રેક્ટિસ કરતા હતા અને દરરોજ પોતે શું કર્યું હતું તે ભૂલી પણ જતા હતા તેમ છતાં આજે તેમણે ઇન્ટરનેશનલ રેમ્પવોકમાં પોતાનું કૌવત દાખવ્યું હતું અને યાદગાર પર્ફોમન્સ આપ્યું હતું. ફેશન શો ઘણા થતા હોય છે
પરંતુ આ વખતે નવીન ડિઝાઇન સાથે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબનો રેમ્પ વોક તૈયાર કરવામાં આવ્યો હતો.બેનમૂન અને ભવ્ય ડિઝાઈનર ગારમેન્ટ સાથે વિદ્યાર્થીઓ દ્વારા બનારસ બજારમાં પોતાની કૃતિઓ અને ગરમેન્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.જેને આમંત્રિત મહેમાનો એ બિરદાવ્યું હતું.આમંત્રિત તમામ લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા અને જોરદાર સ્ટેન્ડિંગ ઓવેશન સાથે તેઓને બિરદાવ્યા હતા.તથા આટકે ધારાસભ્ય ડો.દર્શિતા શાહ,ભાજપ અગ્રણી કાશ્મીરા નથવાણી,હાઇ બોન્ડ સિમેન્ટના રાજનભાઈ વડાલીયા, નિશા વડાલીયા સહિતના અનેક આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
દિવ્યાંગોને દરરોજ શીખવતા પણ તેઓ ભૂલી જતા : જાગૃતિ ગણાત્રા
સેતુ સંસ્થાના જાગૃતિ ગણાત્રા અબતકને જણાવે છે કે,આઈ.એફ.જે.ડી. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે ફેશનશોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અમારી સંસ્થાના આઠ દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો.ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબના બે રેમ્પ અહી બનાવવામાં આવ્યા હતા તથા અમારા બાળકો છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા અમારા માટે આ ખૂબ આકરું હતું કારણ કે તેમને દરરોજ શીખવી અને તેઓ દરરોજ ભૂલી જતા હતા છતાં પણ તેઓએ શીખીને અહીં પરફોર્મ કર્યું છે અને આ બાબત ઉપસ્થિત સૌને ગમી હતી.
આઠ દિવ્યાંગ બાળકોએ પણ રેમ્પવોક કર્યું છે તથા તેમનું રેમ્પ વોક જોઈ ઉપસ્થિતો પણ મંત્રમુગ્ધ થઈ ગયા : બોસ્કી નથવાણી
અબતક સાથેની વાતચીતમાં આઈ.એફ.જે.ડી.ના ડિરેક્ટર બોસ્કી નથવાણી જણાવે છે કે,આઈ.એફ.જે.ડી.ના 60 વિદ્યાર્થીઓએ પોતાના ગારમેન્ટસ પોતે સીવી અને પોતે પહેરી અને પોતાના વાલીઓ સમક્ષ પર્ફોર્મ કર્યું હતું. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડસના બે રેમ્પ ઉભા કરવામાં આવ્યા છે તથા રાજકોટ,મોરબી,જુનાગઢ, જામનગર,ભાવનગર વગેરે જિલ્લાઓમાંથી અમારા વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે અને પરફોર્મ કરી રહ્યા છે.અમારા વિદ્યાર્થીઓની સાથો સાથ સેતુ સંસ્થાના આઠ દિવ્યાંગ બાળકોએ પણ રેમ્પવોક કર્યું છે તથા તેમનું રેમ્પ વોક જોઈ ઉપસ્થિતો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને સ્ટેન્ડિંગ ઓવેશન આપી તેમને બિરદાવ્યા હતા.