અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં 20 કી.લો. લિટરની ક્ષમતા ધરાવતા લિક્વિડ ઑક્સીજન સ્ટોરેજ ટેન્ક યુધ્ધના ધોરણે ઊભું કરવામાં આવી રહ્યું છે. જે 1500થી 1700 જમ્બો સિલિન્ડર જેટલો ગેસ સંગ્રહ કરવાનું સામર્થ્ય ધરાવતું હોવાથી હોસ્પિટલની હાલની જરૂરિયાત સંતોષી શકાશે.
ટૂંક સમયમાં જ આ સ્ટોરેજ ટેન્ક સંપૂર્ણપણે સ્થાપિત થઈ જતાં જી.કે. જનરલ હોસ્પિટલની રોજના 600થી 700 જેટલા જમ્બો સિલિન્ડરની જરૂરિયાત છે. જે વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળશે. એટલું જ નહીં ઑક્સીજન બેન્ક તથા છૂટક ઓક્સિજન બોટલના વપરાશમાથી છૂટકારો મળશે કચ્છ જિલ્લાના જ્યાં સુધી હોસ્પિટલને સબંધ છે. ત્યાં સુધી આ પ્રકારનું રીફિલ સ્ટોરેજ ટેન્ક સૌ પ્રથમવાર નિર્માણ પામી રહ્યું છે. આ રીફિલ સ્ટોરેજ ટેન્કની કાર્યપધ્ધતિની વિગતો આપતા હોસ્પિટલના બાયો મેડિકલ એંજિનિયરએ કહ્યું કે, દર બે દિવસે પ્લાન્ટ રીફિલ કરાવી શકાશે.