અલગ અલગ ૭ સ્ળોએથી ઘીના નમૂના લેતી મહાપાલિકા
શહેરના નાના મવા મેઈન રોડ પર જી.જે.-૩-ઢોસા કાર્નરમાંથી મહાપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા સાંભારના નમૂનામાં પરિક્ષણ દરમિયાન પ્રતિબંધીત કલરની હાજરી જોવા મળતા સેમ્પલ નાપાસ યાનું જાહેર કરવામાં આવ્યું છે. આજે અલગ અલગ ૭ સ્થળોએથી ઘીના નમૂના લઈ પરિક્ષણ ર્એ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, નાના મવા રોડ પર સીલ્વર ગોલ્ડ મેઈન રોડ, અંબીકા ટાઉનશીપ નજીક રંગઉપવનગર સામે આવેલા જી.જે.-૩-ઢોસા કોર્નરમાંથી લુઝ સાંભારનો નમૂનો લઈ પરિક્ષણ ર્એ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. આ સાંભારમાં પ્રતિબંધીત કલરની હાજરી જોવા મળતા નમૂનો નાપાસ કરવામાં આવ્યો છે. વેપારી સામે હવે ફૂડ એન્ડ સ્ટાન્ડર્ન્ડ એકટની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
આજે મવડી મેઈન રોડ પર ધ્રુવ મિઠાસમાંથી ઘી લુઝ ગાયના માખણનું શુદ્ધ ઘી, ઉદયનગર-૨માં વોલ્ગા ઘી ડેપોમાંથી શુદ્ધ ગાયનું ઘી, ગીતા મંદિર પાસે વર્ધમાન પ્રોવિઝન સ્ટોર્સમાંથી લુઝ શુદ્ધ ઘી, મંગળા મેઈન રોડ પર પરેશ સ્ટોર્સમાંથી લુઝ શુદ્ધ ઘી, ઢેબર રોડ પર જલારામ ઘી ડેપોમાંથી શુદ્ધ ઘી, ગુંદાવાડી શેરી નં.૨માં મહાવીર સ્ટોરમાંથી લુઝ ભેંસનું ઘી, કેવડાવાડી મેઈન રોડ પર ગરબી ચોકમાં ક્રિષ્ના ઘી ભંડારમાંથી શુદ્ધ ઘી, કંદોઈ બજાર રોડ પર જલારામ ટી-ડેપોમાંથી લુઝ ભેંસનું ઘી અને કેવડાવાડી -૧માં મુલચંદ ઘીવાળાને ત્યાંથી લુઝ દિવેલના ઘીનો નમૂનો લઈ પરિક્ષણ ર્એ વડોદરા ખાતે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.