મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર યાદીમાં જણાવે છે કે, આજરોજ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પ્રસિદ્ધ થયેલ છે. જેમાં રાજકોટ શહેર ઈસ્ટ-૮૪.૪૩% અને વેસ્ટમાં ૮૪.૪૨% આ ઉપરાંત રાજકોટ જિલ્લાનું ૮૪.૧૭% મેળવી રાજયમાં પ્રથમ ક્રમ રહેલ છે, તે બદલ તમામ વિદ્યાર્થીઓને, શિક્ષણગણ અને વાલીઓને શુભેચ્છા પાઠવેલ છે.
ભૂતકાળમાં સૌરષ્ટ્ર તથા રાજકોટ શહેરના વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ કરવા જતાં પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર શિક્ષણનું હબ ઉભું થયેલ છે. અને ખૂબ જ સારા પરિણામો આવી રહ્યા છે. અત્યારે ગુજરાતમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટ શહેરમાં આવી રહ્યા છે.
ફરીને રાજયમાં રાજકોટ શહેર જિલ્લાએ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબર મેળવી રાજકોટ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. હજુ પણ શૈક્ષણિક ક્ષેત્રે ખુબ જ આગળ વધે તેવી પદાધિકારીઓએ શુભકામના પાઠવેલ છે.