લોકડાઉન દરમિયાન રદ થયેલા પ્રવાસ માટે
હવાઈ સેવા, હોટલ એડવાન્સ બૂકિંગનાં નાણા પરત માંગવા જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કાર્યવાહી શરૂ
લોકડાઉન દરમિયાન પ્રવાસીઓ દ્વારા કરવામાં આવેલ પ્રવાસ બુકિંગમાં ક્રેડિટ-સેલ નહીં ચેકથી નાણા પાછા મળી શકે છે તેમ માજી સાંસદ અને રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનાં પ્રમુખ રમાબેન માવાણીએ જણાવ્યું છે. લોકડાઉન થવાના કારણે હજારો નાગરિકોએ કરાવેલ રેલવે, હવાઈ, હોટલ બુકિંગ રદ કરવા પડયા છે. પ્રવાસ રદ થવા પાછળ ગ્રાહક જવાબદાર ન હોય અને ગ્રાહકે બુકિંગ રદ ન કરાવેલું હોય તેવા સંજોગોમાં ગ્રાહક સુરક્ષા ધારાની જોગવાઈ પ્રમાણે સેવા આપનાર એજન્સીએ ગ્રાહકને ચેકથી રકમ પરત આપવી ફરજીયાત છે. આમ કરવામાં નિષ્ફળ જનાર સેવા આપનાર સામે ફોજદારી સહિતની કાર્યવાહી થઈ શકે છે તેમ માજી સાંસદ રમાબેન માવાણીએ જણાવ્યું છે.
નાગરિકોએ આવી ક્રેડિટ સેલ-નોટ સ્વીકારતા પહેલા સંપર્ક કરવા જણાવાયું છે. ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોને પૈસા પરત અપાવવા માટે લીગલ સેલની સ્થાપના કરવામાં આવી છે. કોરોનાના કારણે પ્રવાસ રદ થવાના સંજોગોમાં એજન્સીઓ દ્વારા ગ્રાહકોને ફરજીયાત ક્રેડિટ સેલ આપવામાં આવે છે. આવા સંજોગોમાં નાછૂટકે ફરજીયાત પ્રવાસ કરવો જરૂરી હોય છે. આ સંજોગોમાં દેશમાં લાખો નાગરિકોને હેરાન-પરેશાન કરવામાં આવ્યા છે. દેશમાં ૫૦,૦૦૦ ટ્રાવેલ્સ એજન્ટો છે. ટ્રાવેલ્સ એજન્ટો દ્વારા કોરોના દરમિયાન પ્રવાસ માટે આશરે ૩૦૦ કરોડ રૂપિયા એજન્સીઓને જમા કરાવ્યા છે. ભારતના ગ્રાહકોને રકમ પરત આપવા રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે આયોજન કર્યું છે. જે નાગરીકોને રકમ પરત માંગવી હોય તેમને રમાબેન આર.માવાણી (માજી સાંસદ સદસ્ય), પ્રમુખ રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, ૩૨૯ પોપટભાઈ સોરઠીયા ભવન, સદર બજાર, રાજકોટ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.
રેલવેને આર્થિક નુકશાનથી બચાવવા, લોકસુવિધા જાળવવા તમામ ટ્રેનો ચાલુ કરો
રેલવેને આર્થિક નુકશાનીમાંથી બચાવવા રાજકોટને થતો અન્યાય દૂર કરી આખા દેશમાં સમયપત્રક મુજબ તમામ ટ્રેનો ચાલુ કરવા પૂર્વ સાંસદ રમાબેન માવાણીએ રેલવે મંત્રીને રજુઆત કરી છે.
માજી સાંસદ ‘માવાણી દંપતિ’એ કેન્દ્રના રેલવે મંત્રી પિયુષ ગોયલને પત્ર લખી માંગણી કરી છે કે લોકોને ધંધા વ્યવસાય અને સામાજીક કામગીરી માટે ભારતભરમાં સમય પત્રક મુજબ ટ્રેઇનો ચાલુ કરવી જરૂરીછે. દેશમાં સામાન્ય સ્થિતિ પેદા કરવા રાજધાની સહિતની બધીજ ટ્રેઇનો તુરતં ચાલુ કરવી જોઇએ વિમાન સેવા, બસ સેવા અન્ય ટ્રાન્સપોર્ટ સેવા માલવાહક ટ્રેઇનો ચાલુ છે તેવા સંજોગોમાં પેસેન્જર ટ્રેનો દરેક કેટેગરીની શરુ થવી જોઇએ. આમ જનતાને હાડમારી અને તકલીફ સાથે રેલવેને કરોડો રૂપિયાનું નુકશાન થાય છે જે રાષ્ટ્રને આર્થિક નુકશાન છે. તેમ રમાબેન માવાણીએ જણાવ્યું હતું.
હાલના સંજોગોમાં એરકંડીશન ડબ્બાઓને ફરજીયાત લોકો શેડમાં ચાલુ કરવા પડે છે. રેલવે રેન્કને સફાઇ કરવી પડે છે. લાખો કર્મચારીઓના પગાર ચડે છે. રેલવેના થતા આર્થિક નુકશાનીની દેશની જી.ડી.પી. દરે નીચો આવશે.
મોટા શહેરો દિલ્હી, કલકતા, મુંબઇ વિગેરે શહેરોમાં લોકલ બસો ચાલુ છે. આવા સંજોગોમાં ટાઇમ-ટેબલ પ્રમાણે ટ્રેનો અમ જનતાના હિતમાં શરુ કરો, ગઇકાલથી ટિકીટ બારી ઉપરથી રેલવે બુકીંગથી શરુ થયેલ છે. આ બુકીંગને મોટા આવકાર મળ્યો છે. અને એક જ દિવસમાં રેલવે બુકીંગની અમુક જ બારીઓ ખુલી હોવા છતાં રેલવેને લાખો રૂપિયા કમાણી થઇ છે.રેલવે બુકીંગ બારીઓ ઉપરથી બુકીંગ કરવાથી રેલવેના અને નાગરીકોના હિતમાં સ્થિતિ જળવાળ રહે છે. ટિકીટોના કાળાબજાર થતા નથી. ઓનલાઇન બુકીંગથી થતી છેતરપીંડીઓથી નાગરીકો સલામત રહે છે. અને રેલવે તંત્રને આર્થિક રીતે બચાવવા બળ મળે છે.
આ સંજોગોમાં ભારતભરમાં અગાઉથી ટાઇમ ટેબલ મુજબ બધા જ પ્રકારની ટ્રેનો બધા જ રૂટો ઉપર વિના વિલંબે તુરંત શરુ થવી જરુરી છે તેમ અંતમાં જણાવ્યું હતું.