અબતક, રાજકોટ

‘અબતક’ ચેનલનો લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’ માં વિવેકાનંદ યુથ કલબ ચક્ષુદાન જનજાગૃતિના અગ્રણી અનુપમ દોશી તથા આંખના રોગોના નિષ્ણાંત ડો. ધર્મેશ શાહ દ્વારા ચક્ષુદાન-જનજાગૃતિ, ચક્ષુદાન કરવા શું કરવું જોઇએ? ચક્ષુદાન કોણ કરી શકે..? ઓપરેશનનો સમય ગાળો કેટલો..?  એક વ્યકિતના ચક્ષુઓના દાનથી બે વ્યકિતને રોશની મળી શકે પરંતુ ઓપરેશન ફેઇલ જાય અથવા તો અન્ય કારણોસર ચક્ષુ આપવા છતાં દ્રષ્ટિ ન મળે તો શું કરવું અને આવું ઓપરેશન એટલે કે ચક્ષુનું આરોપણ કેટલી વખત થઇ શકે વગેરે બાબતે અને ખાસ કરીને તો ચક્ષુદાન કરવા વધુને વધુ લોકો પ્રેરાય વગેરે વિષેની ચર્ચા તાજેતરમાં જ ‘અબતક’ ચેનલના માઘ્યમથી ટેલીકાસ્ટ કરવામાં આવી હતી. જેના મુખ્ય અંશો અહિં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

પ્રશ્ર્ન:- વિવેકાનંદ યુથ કલબએ કયારે અને શા માટે ચક્ષુદાન પ્રવૃતિ શ‚ કરી?

જવાબ:- બે દાયકાથી પ્રવૃતિ કરીયે છીએ આ ગ્રુપનો પ્રેરણા આપનાર કોઇ હોય તો ભાવનગરના માનભાઇ ભટ્ટએ ચક્ષુદાન પ્રવૃતિ સમર્ય હતા. બીજા શીવાનંદ અઘ્વયુ  જે વિરનગર શિવાનંદ ટ્રસ્ટના સ્થાપક તેમની પ્રરેણાથી આ પ્રવૃતિ રાજકોટમાં શરુ કરી હતી. પાંચ ઇન્દ્રિયોમાંથી આંખ છે એ સૌથી સંવેદનશીલ છે જેની પાસે આંખ ન હોય તેનું જીવન શુષ્ક બની જાય છે. જે આવી અંધકારમય જીવન જીવતા હોય તેમની શું દશા થતી હશે એવું વિચારી લોકો ચક્ષુદાન કરતા થાય અને કોઇના અંધકારમય જીવનમાં રોશની ભરી શકે.

પ્રશ્ર્ન:- ચક્ષુદાન ને પ્રવૃતિ બે દાયકાથી શરુ થઇ છે પણ આજે ચક્ષુદાનની સૌથી વધારે જરુર કેમ છે?

જવાબ:- ભારતમાં અત્યારે ૬૦ લાખ લોકો કીકીના રોગથી પીડાય છે. આ રોગમાં દર વષે ૩૦,૦૦૦ લોકોનો ઉમેરો થાય છે. ખુબીની વાત એ છે ૬૦ ટકા લોકો બાળકો અને યુવાન હોય છે.

પ્રશ્ર્ન:- કોર્નાયલ બ્લાઇડ એટલે જન્મ જાત ખોટ છે એવા કે જેમને પછી ખોટ આવી હોય એવા?

જવાબ:- જન્મ જાત ખોટ નહી પણ નેત્રની આગળ નત્રપટલ અપારદર્શક થઇ જાયને દેખાતું બંધ થઇ જાય ચક્ષુદાન કરીયે ત્યારે તેમને પારદર્શક કોર્નીયા  બદલાવામાં આવે ત્યારે માણસ જોતો થઇ જાય છે.

પ્રશ્ર્ન:- આ અભિયાનમાં લોકોનો કેવો સહકાર હતો.

જવાબ:- પહેલા એવી માન્યતા હતી કે આંખ કાઢી નાખવાથી પુન:જન્મ થતો નથી મોઢાનો દેખાવ બદલાઇ જાય છે પરંતુ અમે લોક જાગૃતિ માટે જુદા જુદા અભિયાન કર્યો શાળા-કોલેજમાં પણ અભિયાન ચલાવીયા પેમેપલેટ પત્રિકા વિતરણ કર્યા.

પ્રશ્ર્ન:- ચક્ષુદાન એટલે શું અને તેમાં આંખનો

કયો ભાગ બહાર કાઢતા હોય છે?

જવાબ:- ચક્ષુદાન એટલે આપણી આંખ જે અંદરના ભાગ છે તે કાઢી ત્યા આર્ટીફિશ્યલ આંખ બેસાડી દેવામાં આવે છે અને બન્ને પાંપણ ભેગી કરી દેવામાં આવે છે. ચક્ષુદાન મૃત્યુના ૬ કલાકમાં થઇ જવું જોઇએ.

પ્રશ્ર્ન:- આ પ્રવૃતિ ર૦ વર્ષથી કરો છે તો કેવા કેવા પડકાર આવતા હોય છે?

જવાબ:- લોકો ચક્ષુદાન કરવાની ભાવના હોય છે. પરંતુ સ્વજનનું અવસાન થતા લોકો આઘાતમાં હોય ત્યારે કોઇ એવું સમજાવતું નથી કે આ આંખ તો બળીને રાખ થઇ જવાની છે તો કોઇ બે જીવન રોશની મળે તેવું આશ્ર્વાસન આપી સમજાવતા હોય છે. જેના જીવનમાં અંધકાર છે તેના જીવનમાં પ્રકાર ફેલાય તેનીથી વિશે શું જરુર હોય શકે.

પ્રશ્ર્ન:- જયારે ચક્ષુદાન કરવા આંખ કાઢો છે. ત્યારે તમારે મેડીકલ શું શુ: ઘ્યાન રાખવુ: પડતું હોય છે પ્રોસેસ હોય છે

જવાબ:- કોઇના સ્વજનો મૃત્યુ થાય એટલે આઇ બેંકમાં જ્ઞાન કરે એટલે આઇ બેંકની ટીમ ઇન્સ્યુમેટ સાથે તૈયાર હોય છે. ૩૫ મીનીટમાં ત્યાં પહોંચી અને એક ફોર્મ ભરી અને ચક્ષુદાન માટે સહમતી પત્ર ભરવાનું હોય છે. અમારી ટીમના માણસ એક પછી એક બે આંખ લઇ લે છે. એન્ટીસ્પેટીક કરી અને કોઇ ચેપના ફેલાય એ બધુ ઘ્યાન રાખી ચક્ષુ લઇ લે છે સાથે સાથે લોહીનું સેમ્પલ લઇ લે છે. મોઇસ ચેમ્બરમાં રાખી છે પછી આઇ બેંકમાં જમા કરાવે છે.

પ્રશ્ર્ન:- એકસીડેન્ટના કેસ બીજા કયો એવા કારણોસર મૃત્યુ થયું હોય અથવા તો કોઇ ઝેર પીધુ હોય કે ઝેરી અસર થયેલ હોય તો તે ચક્ષુદાન કરી શકે છે?

જવાબ:- કયું ઝેર પીધું હોય અને પોસ્ટમોર્ટમ થવાનું હોય તો પોસ્ટ મોર્ટમ થયા પછી ચક્ષુદાન સ્વીકારતા હોય છે. અમુક સીટીમાં પોલીસ કમિશ્નરની છુટછાટથી લઇ શકે છે.

પ્રશ્ર્ન:- લોકો સમજતા હોવા છતાં હજુ લોકો ચક્ષુદાન માટે તૈયાર થતા નથી ત્યારે તેમને કેવા કેવા અવરોધ આવે છે?

જવાબ:- લોકો ચક્ષુદાનમાં રસ ઓછો છે પરંતુ ચક્ષુદાન એ એવું છે કે બળી રાખ થઇ જાય છે. એના કરતાં ચક્ષુદાન કરીયે તો બે વ્યકિતને રોશની મળે છે તો લોકોએ ઉત્સાહ દાખવો જોઇએ સમાજના જાગૃતિ નાગરીક બધાએ ચક્ષુદાન માટે પ્રયત્ન કરવા જોઇએ.

પ્રશ્ર્ન:- ચક્ષુ કાઢીયા થી લઇને ચક્ષુ આપીયા સુધીનું પ્રોસેસ કઇ પ્રકારનું હોય છે?

જવાબ:- જે આંખ બેંકમાં આવી તેનું કોર્નીયા કેવું છે તેનું ચેંકીગ થાય છે એમ.એમ.કે. મિડિયા માં રાખતા હોય છે. તેમાં ચાર દિવસ આંખ સારી રહી શકે બીજા કોર્નીશોલ મિડિયામાં પંદર દિવસ સુધી સારી રહે શકે વેઇટીંગ લીસ્ટ લાંબુ હોય છે આંખ જમા થયાના બીજા દિવસે ચક્ષુદાન થઇ જાય છે.

પ્રશ્ર્ન:- એક એવી માન્યતા છે કે સંકલ્પ પત્ર ભરીયો હોય તો જ ચક્ષુદાન કરી શકીયે?

જવાબ:- ના એવું નથી સંકલ્પ પત્ર ભરી એટલું એવું છે કે અવસાન થયેલી વ્યકિતની ચક્ષુદાન કરવાની ઇચ્છા છે.

પ્રશ્ર્ન:- ર૦ વર્ષથી આ અભિયાનમાં કેટલા લોકોએ ચક્ષુદાન કરીયું હશે અને કેટલાને રોશની મળી એવો આંકડાકીય માહીતી ખરી?

જવાબ:- ૫૦૦ થી વધુ ચક્ષુદાન થયા છે રાજકોટ ચક્ષુદાન પ્રવૃતિ ઘણું પાછળ છે.

પ્રશ્ર્ન:- અત્યારે દરરોજના કરેલા ચક્ષુદાન થાય છે?

જવાબ:- દરરોજનો તો આંકડો કેવો મુશ્કેલ છે પરંતુ મહિના આઠથી દસ ચક્ષુદાન થાય છે.

પ્રશ્ર્ન:- જે કાઢેલા ચક્ષુ કોને કામ આવે છે.

જવાબ:- જન્મજાતમાં કોર્નનીયા ખરાબ હશે તો ચક્ષુ લાભ થશે પરંતુ પાછળની સાઇડ નસો સૂકાય હશે તો એવા લોકો ફાયદો થતો નથી એકવાઇડ કોર્નીયાને વધુ ફાયદો થાય છે.

પ્રશ્ર્ન:- બાલ્યાવસ્થામાં કઇ આંખમાં વાગી ગયું હોય તો તેમને ચક્ષુદાન કામ લાગી શકે?

જવાબ:- કોર્નીયા ડેમેજ થયા હોય તો ચક્ષુદાન કામ લાગી શકે છે.

પ્રશ્ર્ન:- ચક્ષુદાન કરવું છે તો કઇ રીતે શું કરવું તે જણાવશો?

જવાબ:- વિવેકાનંદ યુથ કલબના ફોન પર સંપર્ક કરવો અથવા તો આઇ બેંકનો સંપર્ક કરી જાણ કરવી તેમજ મૃત્યુ થયું હોય ત્યાં એસી કે પંખો બંધ કરી દેવો, આંખ પર ‚ના પુમડા મૂકી દેવા માથુ બે ઓશીકે ટેકવી દેવું અને ૬ થી ૮ કલાકમાં બેંક આંખ જમા કરાવી દેવી.

પ્રશ્ર્ન:- આંખના ઓપરેશનનો કેટલો સમય હોય છે તેમને એનેથેસીયા દેવા જોઇએ કેમ તેમનો કેટલો સમય ઘ્યાન રાખવું જોઇએ?

જવાબ:- એક ચક્ષુદાનમાં બે વ્યકિતને રોશની મળે છે. હવે અત્યારે ટેકનોલોજી અને વૈજ્ઞાનિક સંશોધન કારણે હવે એક ચક્ષુદાનથી ચાર વ્યકિત જોઇ શકે છે. ત્યારે ઓપરેશન માટે અડધીથી એક કલાક સમય લાગે છે લોકલ એનેથેસીયા હોય છે આ ઓપરેશન કર્યા પછી વધારેને વધારે ઘ્યાન રાખવું પડે છે. અંદાજીત ર થી ૩ વર્ષ સુધી ઘ્યાન રાખવું જોઇએ.

પ્રશ્ર્ન:- એક કોર્નીયા ફેઇલ જાય તો પછી રી-ટ્રાસ્પેટ કરી શકીએ છીએ?

જવાબ:- હા એક કોર્નીયા ફેઇલ તો ૩ વાર સુધી કરી શકીયે છે.

પ્રશ્ર્ન:- જન્મજાત પ્રજ્ઞાચક્ષુ ને દેખાતા કેમ નથી કરી શકતા?

જવાબ:- જન્મજાત પ્રજ્ઞાચક્ષુને પાછળની નસ પણ ખરાબ હોય છે તેમજ પડઘાનો વિકાસ પણ નથી થયો હોતા.

પ્રશ્ર્ન:- ચક્ષુદાનમાં ફીટ કરે આંખ અને જન્મજાત આંખમાં કોઇ ફરક રહે ખરો?

જવાબ:- કોઇપણ જાતનો ફેર પડતો નથી.

પ્રશ્ર્ન:- અત્યારે ચક્ષુ ડિમાન્ડ કેટલી છે અને અત્યારે ચક્ષુ બેંક કેટલી જમા છે.

જવાબ:- અત્યારે ચક્ષુ ડિમાન્ડ બે મહિનાનું વેઇટીંગ છે તામીલનાડુમાં ચક્ષુદાન ટોપ છે જયારે ગુજરાત બહુજ નીચું સ્તર છે.

પ્રશ્ર્ન:- જે ડોનેશન આંખ મળે છે તે બધી ઉપયોગમાં લેવાય છે

જવાબ:- બધા ર્ટેટ કરીને સારો હોય તો અમે ડોનેટ કરી શકીયે છે ચક્ષુદાન કરેલું એળે નથી જતી કયાંક તો કામ આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.