યુવક અને યુવતી જ્યારે યુવાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેમનું વર્તન તદ્દન બદલાઈ જાય છે. આ બદલાવ ઘરથી શરૂ થઈ. શાળા, કોલેજ ને સમાજ સુધી વિસ્તરે છે. તેમનામાં શારીરિક ફેરફારથી લઈને માનસિક ફેરફારો થવા લાગે છે. તેમની બોલવા-ચાલવાની, પહેરવા- ઓઢવાની ઢબ બદલાઈ જાય છે. આ બદલાવનું કારણ યુવાવસ્થામાં પેદા થયેલું વિજાતિય આકર્ષણ છે.

યુવાવસ્થા પર પહોંચેલા તરુણો ને તરુણીઓ એકબીજા તરફ આકર્ષાય છે, મોહિત થાય છે. આ મોહ એકબીજાનું મિલન ઝંખે છે. મિલન માટે ઉત્સુક આ યુવાનો અને યુવતીઓમાં જાતીયતાની સાચી સમજ હોતી નથી. તેની આંટીઘૂંટીથી તેઓ અજાણ હોય છે, તેથી ઘણીવાર તેઓ મૂંઝવણ અનુભવે છે. એકબીજા સાથે રાક્ષસી વર્તન કરે છે. જાતીયતાની પકડમાંથી બહાર નીકળવું તેમના માટે મુશ્કેલ થઈ જાય છે. અને ઘણીવાર પૂરતી સમજનો અભાવ તેમને ઉદાસીનતા તરફ દોરી જાય છે.

સજાતીય આકર્ષણ
યુવાવસ્થાનું આ આકર્ષણ તરુણો અને તરુણીઓમાં એટલું પ્રબળ હોય છે કે ઘણીવાર તેઓ એક લિંગની વ્યક્તિઓ સાથે સંબંધ બાંધી બેસે છે. તેઓ આને સાચું કદમ માને છે પણ મોટાભાગનાં કિસ્સાઓમાં તે ફક્ત સમય પસાર કરવા માટે જ હોય છે. સમય જતાં આ સજાતીય સેક્સમાંથી તેમનો રસ અને નજીકતા ઓછી થઈ જાય છે ને તેમાં નિષ્ફળતા મળે છે અને પાછું તેમનું મન વિજાતીય આકર્ષણમાં ઢસડાય છે.

અવિચારી પગલું
શાળાઓ, કોલેજો, પડોશીઓ વગેરે સાથેની ગાઢ મિત્રતાના કારણે ઘણીવાર યુવાનો ને યુવતીઓ જાતીય સંબંધ બાંધી બેસે છે. ઘણાં કિસ્સાઓમાં આ જાતીય સંબંધ નજીકનાં સગા અને ઘરમાં સભ્યો સુધી વિસ્તરે છે. આ ઉપરાંત તરુણો અને તરુણીઓનો જાતિય આવેગ, એકબીજાનું આકર્ષણ તેમને ક્યારે પતનના માર્ગે લાવી દે છે તેની તેમને સમજ પડતી નથી, તેથી આ પતન તેમને ધંધાકીય પ્રવૃત્તિઓ તરફ દોરી જાય છે. આવું અવિચારી પગલું તેઓની તંદુરસ્તી માટે સારું હોતું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.