રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પ્રેમના સંબંધનું પ્રતિક છે બધા જ સંબંધોમાં ભાઈ બહેનના સંબંધને પવિત્ર માનવમાં આવે છે ભાઈ બહેનના પ્યારના કિસ્સા આપણે સાંભળ્યા જ હશે.
બહેનનો પ્યાર અને ભાઈનો દુલાર ભાઈ બહેનના સંબંધને મજબૂત કરે છે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના કાંડા પર રંગબેરંગી રાખડી બાંધે છે અને પોતાની રક્ષા માટે ભાઈ પાસેથી વચનલે છે આજના સમય માં રાખડીની ડીઝાઈનથી લઈને કપડાં બધામાં ટ્રેન્ડમાં ખૂબ જ બદલાવ આવ્યો છે કઈ બદલ્યું નથી તો એ છે ભાઈ બહેનનો પ્યાર…
હા એ અલગ વાત છે કે બદલાતા સમયની સાથે બધાની વિચારશક્તિ પણમાં પણ બદલાવ આવ્યા છે તો ચાલો આજે અમે તમને જણાવીશું કે આ રક્ષાબંધન પર બહેનને કઈક આવી અમૂલ્ય ભેટ આપો
બહેનને સ્વનિર્ભર બનાવો:
ઘણી વાર જોવા મળે છે કે બહેનને કોઈ પણ કામ કરવાથી બહાર જવું પડે છે તો તેઓ તેમના ભાઈને હમેશા તેની સાથે મોકલવામાં આવે છે તેમના માતા પિતા જ એવું ઈચ્છે છે કે તેનો ભાઈ તેને ડ્રોપ કરે. તો તમે પણ આ વિચારધારા બદલવી તમારી બહેનમાં આત્મવિશ્વાસ લાવો અને તેને સ્વનિર્ભર બનાવો.
બહેનને મજબૂત બનાવો:
વારંવાર એવું જોવા મળ્યું છે કે ભાઈઓએ તેમની બહેનોને ખૂબ જ કમજોર મને છે રાત માં એકલું ના નિકળવું , કોઈ અજાણ્યા માણસને જવાબના આપવા, એકલું બહારના જ્વું જેવા કેટલાક શબ્દો છે કે જે ભાઈઓ તેમની બહેનોને કહેતા હોય છે. પરંતુ આ વખતે તમે તમારી બહેનને માનસિક રીતે મજબૂત બનાવી શકો છો.
નિર્ણય લેવામાં સક્ષમ બનાવો :
જ્યારે પણ કોઈ પણ બાબતમાં નિર્ણય લેવાની વાત આવે ત્યારે પરિવારના નિર્ણય પર જ બહેન પોતાનો નિર્ણય લે છે તો તમે તમારી બહેનને એ સમયે પોતાનો નિર્ણય પોતાના દ્વારા કરેલા ફેસલાં પર તેને સક્ષમ બનાવી શકો છો.કે પોતાના નિર્ણય લેવાથી તેનામાં આત્મવિશ્વાસ તેમજ સક્ષમતા જેવા ગુણો આવી શકે છે.
મિત્રતા કેળવો:વારંવાર એવું જોવા મળે છે કે ઘરમાં બહેનોની વાતની અવગણના કરવામાં આવતી હોય છે તો તેને સ્પેસ આપો જેથી તે પોતાની વાતો કઈ સંકોચ વિના તમારા સુધી રજૂ કરે.