- પૂ. મહંત સ્વામી મહારાજની ઉ5સ્થિતિમાં સંસ્કાર સરિતા બાળસભાની ઉજવણી: બાળકો દ્વારા ઉર્જાસભર સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગારંગ પ્રસ્તુતિ
બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુદેવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 14 જૂનથી તારીખ 10 જુલાઈ દરમિયાન રાજકોટ માં સત્સંગ લાભ આપી રહ્યા છે. જે ઉપક્રમે પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં “સંસ્કાર એ જ સંપત્તિ” ના મુખ્યવર્તી વિચારને આધારિત સંસ્કાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વહેલી સવારથી જ ભક્તો ગુરૂહરિના દર્શન કરવા માટે પ્રમુખસ્વામી સભાગૃહમાં એકત્રિત થયા હતા. ગુરૂહરિ મહંત સ્વામી મહારાજની દૈનિક પૂજા દરમ્યાન બાળકોએ પ્રસ્થાનત્રયી આધારિત અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ગાન કર્યું હતું. મહંત સ્વામી દ્વારા લિખિત સંત્સંગ દીક્ષાના શ્લોકનો મુખપાઠ ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, વગેરે ભારતીય ભાષાઓ ઉપરાંત વૈશ્વિક અંગ્રેજી, સ્પેનિશ, આફ્રિકાની સ્વાહિલી ભાષાઓમાં રજૂ કર્યો હતો. બાળકોએ સંસ્કૃતમાં લખાયેલ સ્વામિનારાયણ સિદ્ધાંત કારિકાઓનો મુખપાઠ રજુ કર્યો હતો. વિવિધ પ્રાર્થના અને કીર્તનોની પ્રસ્તુતિ પણ બાળકો દ્વારા જ રજૂ કરવામાં આવી હતી. બાળકો દ્વારા સૌના દુ:ખો દૂર થાય તેવી પ્રાર્થના અને તે માટે ધૂન ગાન પણ કરાવવામાં આવ્યું હતું.
પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રના લેખક પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ પ્રેરક કથામૃતનો લાભ આપ્યો હતો, જેમાં બાળકોમાં સંસ્કાર સિંચન માટે ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુ પરંપરાના બાળકો સાથેના પ્રસંગો દ્વારા બાળ કેળવણીની રીત સમજાવી હતી.
પૂ.આદર્શજીવન સ્વામીના પ્રવચનની મુખ્ય વાતો કરતાં કહ્યું હતું કે, જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતત્તી બને ગુમાવવાનો વારો આવશે. – પ્રમુખ સ્વામી મહારાજના આ સંદેશ અનુસાર વારસામાં સંપત્તિ આપવા કરતા વારસામાં સંસ્કારો આપવા વધુ અગત્યના છે.,સંસ્કારો આપવા માટે વાલી એ સંતાનો સાથે વિશ્વાસનો નાતો કેળવવો જોઈએ. તો જ તેઓ વાલીનું કહ્યું માનશે., બાળક પ્રત્યે વાલીઓનું વલણ બદલાય તો વાણી,વર્તન અને ઘડતર બદલાય. બાળકો નાના છે પરંતુ બાળ સંસ્કાર ની પ્રવૃત્તિ નાની નથી. તેની અગત્યતા સમજાય તો વલણ બદલાય અને ટામઇ ઇઝ મની ની જેમ ચાઇલ્ડ ઇઝ મની માનીને બાળકોને સમય આપવો. શાસ્ત્રવચનો, પ્રેરણાત્મક પ્રસંગો દ્વારા તેમનું ઘડતર કરવું.
પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે “સંસ્કાર સરિતા” બાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆત બાળકો દ્વારા ધૂન અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પારાયણ પૂજન વિધિ બાદ વિવેકસાગર સ્વામી દ્વારા એક નિશાન અક્ષરધામ વિષય આધારિત કથાવાર્તા કરવામાં આવી હતી.
સભામાં મહંત સ્વામી મહારાજના આગમનને બાળકોએ ધમાકેદાર અને ઉર્જાસભર નૃત્યથી વધાવ્યું હતું તેમજ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અત્યંત લોકપ્રિય બનેલી ધ વિલેજ ઓફ બૂઝો, જંગલ ઓફ શેરું અને સી ઓફ સુવર્ણા પ્રસ્તુતિઓ આધારિત નૃત્ય રજૂ કર્યું હતું. બાળકોએ ગુરૂહરિ ની ઉપસ્થિતિમાં પ્રેરણાદાયક સંવાદ રજૂ કર્યો હતો. બાળપણથી શિક્ષણ અને અન્ય સ્કીલ સાથે સંસ્કારદાયક બાલસભામાં અને મંદિરે જવા સંદેશ આપ્યો હતો.
મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા કહ્યું હતું કે બાળકોને સંસ્કારી બનાવવા માટે વાલીઓએ રવિસભા ક્યા ચાલે છે તે શોધીને ત્યાં બાળકોને અવશ્ય મોકલવા. રહેતા હોવ ત્યાં સભા ન થતી હોય તો ઘરસભા કરવી. ઘરમાં શાસ્ત્રપઠન, કરતાં વગેરે કરવું. એમાં સહજ રીતે સંસ્કારો પુરાય છે. બાળ ઘડતરમાં થાકી જવાય તો બાળકો ભવિષ્યના નેતા છે તેમ સમજી તેમનામાં શ્રદ્ધા રાખવી અને વલણ બદલવું. બાળકોએ પણ બળસભામાં જતા રોકતા મિત્રોને સમજાવવા અને નમતું ન મૂકવું. અવશ્ય જવું. માતા પિતાએ બાળકને પ્રેમથી સમજાવીને બાલસભામાં મોકલવા. વાલીઓ સમજાવ્યા વગર પ્રેશર કરશો તો ચોરી છૂપીથી બાળક અન્ય રસ્તે જશે. સમજાવટથી જ લાંબુ ટકશે.
કાલે નારી ઉત્કર્ષની ગાથા વર્ણવતો મહિલા દિન ઉજવાશે: સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિરાટ મહિલા સંમેલન
બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુદેવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતીમાં તારીખ 14 જૂનથી તારીખ 10 જુલાઈ દરમિયાન રાજકોટ બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિરે વિવધ સાંસ્કૃતિક અને રસપ્રદ કાર્યક્રમોનું આયોજન કરેલ છે તેમના રાજકોટમાં રોકાણ દરમ્યાન રાજકોટ બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિરનાં રજત જયંતી મહોત્સવની પૂર્ણાહુતિ તેમજ કાર્યકર સુવર્ણ મહોત્સવ નિમિત્તે આવતીકાલે તા. 19/6/2024નાં રોજ બપોરે 3 થી 6:30 દરમ્યાન રાજકોટ બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિરે પ્રમુખસ્વામી સભાગૃહમાં વિરાટ મહિલા સમેલનનું આયોજન કરવામાં આવેલ છે.
કોઈપણ યુગ ઉજ્જવળ બને છે સન્નારીઓની પવિત્ર, નિર્મળ અને સંસ્કારયુક્ત પ્રભાથી, એટલે જ શાસ્ત્રોમાં લખાયું છે, ‘સંસ્કૃતા સ્ત્રી પરાશક્તિ:’ અર્થાત ’શીલવતી સંસ્કારી સ્ત્રી 52મ શક્તિ છે!’ એવા જ ચારિત્ર્યવાન, સંયમી, ધૈર્યવાન અને સંસ્કારી સન્નારીઓ એટલે બી. એ. પી. એસ. સંસ્થાના મહિલા કાર્યકરો. ઈ.સ. 1972
થી શરૂ થયેલ કાર્યકર માળખામાં જોડાયેલા અનેક મહિલા, યુવતી અને બાલિકા કાર્યકરો કે જેમણે સત્સંગ-સેવા-સમર્પણના ત્રિવેણી સંગમ સાથે સમાજ, ધર્મ અને રાષ્ટ્રના વિકાસ માટે અનેરું યોગદાન આપ્યું છે. સહર્ષ જણાવવાનું કે બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાની કાર્યકર પ્રવૃતિને આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થતાં હોય વિરાટ મહિલા સમેલનનો મધ્યવર્તી વિચાર છે સુવર્ણ વર્ષે સુવર્ણ ગાથા સન્નારીઓની.
આ મહિલા સમેલનમાં આવી જ કઈક સન્નારીઓના ઉત્કર્ષની ગાથાને રસપ્રદ સંવાદ, ભક્તિયત્રા અને શાનદાર નૃત્ય દ્વારા નિહાળવા મળશે. વિવિધ પ્રેરણાત્મક પ્રવચનો, અને આકર્ષક વિડિઓ શો મહિલા સશક્તિકરણ અને સુવર્ણ ગાથાનો વિશેષ પરિચય કરાવશે. યુવતીઓ દ્વારા મંગલાચરણ સાથે ઉપસ્થિત તમામનું સ્વાગત કરવામાં આવશે તથા બાલિકાઓનું ઉત્સાહસભર નૃત્ય સૌને આકર્ષિત કરશે.
નાની બાલિકાઓ થી લઈને વયોવૃદ્ધ મહિલાઓ પણ આ વિરાટ મહિલા સંમેલનના આયોજન અને કાર્યક્રમમાં સહભાગી થયા છે. મહિલા સમેલનની તૈયારીઓમાં અનેક મહિલા, યુવતી અને બાલિકાઓ છેલ્લા 30 થી પણ વધુ દિવસોથી ખુબજ ખંતથી જોડાયેલા છે. આ સંમેલનમાં વિવધ ક્ષેત્રના મહિલા અગ્રણીઓ તેમજ રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. આ સેવા, સમર્પણ અને ભક્તિઅર્ધ્યના પ્રસંગમાં મહિલાભક્તોને ઉપસ્થિત રહેવા માટે બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિરની મહિલા પાંખ આમંત્રણ પાઠવે છે.