અંગ્રેજી ભવનમાં પ્રથમ વર્ષના પ્રવેશમાં થયેલી ક્ષતિઓ અંગે જવાબદારો સામે તાકીદે પગલાં ભરવા કોંગી અગ્રણી ડો.નિદત બારોટની માંગ: કુલપતિ ભીમાણીને આવેદનપત્ર પાઠવ્યું
એમ.એ. (અંગ્રેજી) ડિપાર્ટમેન્ટના પ્રથમ વર્ષના પ્રવેશમાં થયેલ ક્ષતિઓ બાબતે જવાબદારો સામે કોઈ પગલા લેવા તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માત્ર વિદ્યાર્થીનીઓ માટે વિનામૂલ્યે અને કોંગ્રેસના ખર્ચે નવરાત્રીના દિવસોમાં માતાજીની આરાધનાનો કાર્યક્રમ કરવા માંગે છે. ત્યારે ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય પ્રોફેશનલ્સ કોંગ્રેસના અધ્યક્ષ ડો.નિદત બારોટે કુલપતિ સમક્ષ માંગ કરી છે અને નવે નવ દિવસ માત્ર દિકરીઓ માટે ખરા અર્થમાં માતાજીની આરાધના કરવાના કાર્યક્રમની અખિલ ભારતીય રાષ્ટ્રીય પ્રોફેશનલ્સ કોંગ્રેસને યુનિવર્સિટીના કેમ્પસમાં સ્થળ ફાળવવા અને કાર્યક્રમની મંજૂરી આપવા કુલપતિને લેખિત આવેદન પાઠવી માંગ કરી છે.
વધુમાં ડો.નિદત બારોટે જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા વિભાગો દ્વારા મને પાઠવવામાં આવેલ જવાબનો આપ દ્વારા અભ્યાસ કરાયો નથી. પીજી વિભાગ દ્વારા ઉપરોકત સંદર્ભ પત્રર થી મને જે જવાબ આપવામાં આવ્યો છે તે જવાબ સંદર્ભે વિભાગે કોઈ કામગીરી કરી હોય તેમ જણાતું નથી. વિભાગ દ્વારા એ વાતને ધ્યાને લેવાની જરૂર હતી કે મૂળભૂત રીતે જ અનામતની ફાળવણી યોગ્ય રીતે થઈ નથી.
ભવન દ્વારા જે વિદ્યાર્થીઓનેઅરજી થઈ છે તે તમામ વિદ્યાર્થીઓનું સંયુકત મેરીટ વેબસાઈટ પર મૂકવામાં આવ્યું નથી. ભવને આપેલા જવાબમાં મુદા નં.3 માં જણાવ્યું છે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને જનરલ મેરીટની યાદીમાં મૂકવાને બદલે અનુસૂચિત જાતિની યાદીમાં ” ચૂક” થી મુકાયું છે. આ શરત ચૂકને પીજી વિભાગે અને એસ.સી. એસ.ટી. સેલે ગંભીરતાથી લેવું જોઈતું હતું. આ બાબતને ગંભીરતાથી લેવી જોઈતી હતી જે પરંતુ લીધી નથી.
વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે,નવે નવ દિવસ માત્ર દિકરીઓ માટે ખરા અર્થમાં માતાજીની આરાધના કરવાના કાર્યક્રમની મંજૂરી આપવા માંગ કરી છે.