યુઘ્ધએ જ કલ્યાણ ટ્રસ્ટના આગેવાનોની મુખ્યમંત્રીને રજૂઆત
રાજકોટ પ્રજાપતિ સમાજ,વાલ્મિકી સમાજે પણ કલેકટરને આપ્યું આવેદન
ગોંડલની સેવાકીય સંસ્થા યુઘ્ધ એ જ કલ્યાણ ચેરી. ટ્રસ્ટના સ્વયસંસેવકોને પોલીસે ખોટી રીતે લગાડી હોવાનું જણાવી યુઘ્ધ એ જ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આવેદન આપી ન્યાય આપવા રજુઆત કરી છે.
ટ્રસ્ટ દ્વારા રકતદાન રકતદાન અંગદાન, ક્ધયા કેળવણી,ગાયો ને ધાસચારા, વૃક્ષારોપણ, કોવિડ-૧૯ ના ભંડારો ચલાવવામાં આવ્યો. સ્થાનીક પ્રશાસનની સૂચનાથી સમય સમયે તંત્રને સહયોગ કરવામાં આવ્યો યુઘ્ધ એજ કલ્યાણ ટ્રસ્ટ રાષ્ટ્રહિતના દરેક કાર્યમાં અગ્રેસર રહ્યું છે અને રહેશે.
કોઇપણ કારણોસર પોલીસતંત્રે રાગદ્રેષ રાખી અમારા ઓફીસની બહાર ફળીયામાં પડેલ ત્રિકમ, પાવડા, કોદાળી, જેવા સાધનો જે વૃક્ષારોપણ કરવા માટે લોકોએ ભેટમાં આપી હતી તે તથા ક્રિકેટના સાધનો બેટ, સ્ટમ્પ તથા ભગવાનની છબી પાસે પૂજા માટે મુકેલ ધાર વગરની તલવાર જે પણ ભેટમાં મળી હતી. એવા સાધનો એકત્રિત કરી ઘાતક હથિયારો તરીકે ઉલ્લેખ કરી અમારા કાર્યાલયમાં સેવા આપનાર પાંચ કાર્યકર્તા તથા રાજકોટથી આવેલ બે કાર્યકર્તા જમવા બેઠા હતા અને બાજુના ગામેથી રાશન કીટ લેવા આવેલા ચાર કાર્યકર્તાઓ કુલ મળીને ૧૧ લોકોની ધરપકડ કરીને તદ્દન ખોટી ફરીયાદ ઉભી કરી અમારા માનવ અધિકારીનું ખનન કર્યુ છે.
ફરીયાદમાં ઉલ્લેખ કરેલ ગોંડલ બંધના સંદર્ભમાં અમારી સંસ્થાનો કોઇભાગ કે રોલ હતો નહી એલ.સી.બી. પી.આઇ. એમ.એન. રાણાએ અમોને રૂબરૂમાં પૂછેલ ત્યારે પણ અમે જણાવ્યું કે ગોંડલ બંધ ના એલાન સાથે યુઘ્ધ એજ કલ્યાણ ટ્રસ્ટનો કોઇ સંબંધ નથી અને અમે બંધ કરાવવા પણ નીકળવાના નથી જેની અમોએ મૌખિક બાંહેધરી પણ આપી હતી તેમ છતાં અમારી સંસ્થાના ફાઉન્ડર નિખિલભાઇ દોંગા પર ખોટી આરોપ મૂકી કોઇ અગમ્ય કારણોસર પોલીસે રાગ દ્રેષ રાખીને આ કાર્યવાહી કરી છે.
અમારી સંસ્થા આ વિસ્તારમાં જ્ઞાનશીલ એકતાના ઉદ્દેશ સાથે ટુંકા સમયમાં સારી એવી નામના પણ મેળવી છે. તો આવી સંસ્થાને સેવાકીય પ્રવૃતિને બિરદાવવાની જગ્યાએ થયેલ કાર્યવાહીથી અમે દુ:ખી છીએ. યુઘ્ધ એજ કલ્યાણ ટ્રસ્ટના સૌ સદસ્યો ન્યાયની અપેક્ષા રાખીએ છીએ.
અમારી દરેક સેવાકીય પ્રવૃતિઓની માહિતી અમારી વેબસાઇટ પર મુકવામાં આવી છે www.yuddhejkaly angroup.org પોલીસે કરેલ વ્યવહાર અને ફરીયાદ ની તટસ્થ તપાસ કરી અમારી માનવીય અધિકારોનો થયેલ હનનને ન્યાય આપવા સંવેદનશીલ સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ તેમ જણાવ્યું હતું.
દરમિયાન રાજકોટ પ્રજાપતિ સમાજના આગેવાનો અંકિતભાઇ આર. ટીબલીયા, પાર્થભાઇ ભગીરથભાઇ, દેવેન્દ્રભાઇએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી યુઘ્ધ એ જ કલ્યાણ ટ્રસ્ટના સ્વયસેવકોને ખોટી રીતે ફીટ કરી દેવાના પગલાનો વિરોધ કરી ન્યાય આપવા રજુઆત કરી છે.
સમાજે રજુઆતમાં જણાવ્યું છે કે પોલીસે કબ્જે કરેલ પાવડો અને કોદાળી વૃક્ષારોપણ માટેના સાધનો છે અને ધાર વગરની તલવાર કબ્જે કરી છે તે રાજકોટ વાલ્મિક સમાજના આગેવાનોએ રકતદાન શિબિરમાં ભેટ આપી હતી તેના અમે સાક્ષી છીએ.તલવાર પણ ભગવાન પાસે પૂજાના સ્થાન પર રાખી હતી. ટ્રસ્ટ દ્વારા કોઇપણ જાહેરનામાનો ભંગ કરાયો નથી. ટ્રસ્ટના ઓફિસે સ્વયસેવકો અને જરૂરિયાત મંદો જ હતા. ગ્રુપના ફાઉન્ડર નિખિલભાઇ દોંગા સેવા પ્રવૃતિ કરે છે. અને તેમની ઉપર ખોટી કલમો લગાડાઇ છે. અમારા સમાજને પણ તેમણે ઘણી વખત મદદ કરી છે. આવા સમાજ સેવક સામે તંત્ર તથા પોલીસે અયોગ્ય કાર્યવાહી કરી છે. જેથી તેમને સામે લગાવાયેલ કલમો રદ કરવા માંગણી કરવામાં આવી છે.
બીજી બાજુ રાજકોટ વાલ્મીકી સમાજના આગેવાનો વિક્રમભાઇ ગોરી, ભાવેશભાઇ વાઘેલા, વિશાલભાઇ પુરબીયા, ચિરાગભાઇ ઢાંકેચાએ પણ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી યુઘ્ધ એ જ કલ્યાણ ચે.ટ્રસ્ટના નિખિલભાઇ દોંગા તથા સ્વયંસેવકો સામે ખોટી કલમો લગાડાઇ હોવાનું જણાવી તમામ સામેની આવી કલમો રદ કરવા રજુઆત કરવામાં આવી છે.