બાદલ મુશલધાર પાની બરસાતે હૈ
પર્યુષણ પર્વ દાન કી જ્યોતિ ઝળકાતે હૈ
દાન ધર્મ ઇન્સાન કો સન્માન દેતે હૈ
દયા-દાન ધર્મ કા પંથ ભગવાન બનાતે હૈ.
સર્વજીવ સાથે મૈત્રી કેળવવાનું પર્વ…!
પરોપકાર-પરમાર્થતાના પુષ્પની સુવાસ પ્રસરાવતુ પર્વ…!
દાનની દિવ્યતાને મહાનતા સમજાવતું પર્વ…!
રાગ-મમત્વ ભાવોને દૂર કરી સંપતિનો સદુપયોગ કરાવતું પર્વ
મંત્રાધિરાજ નવકાર મહામંત્ર છે તેમ પર્વાધિરાજ પર્યુષણ પર્વ છે.
દાનનો દિવ્ય નાદ ગુંજાવતો પર્યુષણ પર્વનો આજે ત્રીજો દિવસ
જિનશાસનના પ્રાંગણે ઉદ્ીત થયો.
જ્ઞાનીનું ફરમાન છે કે- ‘દાન આપે સન્માન…દાન બનાવે ભગવાન.’!
ચિતની શુધ્ધિ અપરિગ્રહ ભાવોની વૃધ્ધિ, સન્માર્ગે સંપતિનો સદુપયોગ કરી શાશ્ર્વત સિધ્ધિ પામવા દાનનો મહિમા માત્ર જૈન ધર્મમાં જ નહિં પરંતુ દરેક ધર્મમાં બતાવ્યો છે.
“દાનં દારિદ્રય નાશાય-દાનધર્મ ભવોભવની દારિદ્રતા (ગરીબી)નો નાશ કરે છે.
દાનધર્મના પાંચ માઇલસ્ટોન જ્ઞાતીએ બતાવ્યા છે.
(1) અભયદાન – પ્રભુ મહાવીરના ગુણગ્રામ કરતી પુચ્છિસ્સુણં સ્તુતિમાં પણ કહ્યું છે દાણાણ સેઠ્ઠં અભયપયાણં. અભયદાન યાને સર્વજીવો મારાથી ભયભીત ન થાય, તેને આપણા તરફથી હાશ-હળવાશને હાશકારો થાય તે છે. અભયદાન- અભયદાન આપવાથી અમરપદની ભેટ મળે છે.
(2) સુપાત્રદાન – સંયમી આત્માને વસ્ત્ર-વસ્તુને નિર્દોષ આહાર પાણી આપવા તે છે સુપાત્રદાન. તીર્થંકર નામકર્મ બાંધવાની તાકાત સુપાત્રદાનમાં રહેલી છે.
(3) કીર્તિદાન – ઉપકારી માતા-પિતાના ઋણને અદા કરવા તેમના નામની કાયમી સ્મૃતિરૂપે અપાતું સંસ્થા-સ્થાનકને અપાતું દાન.
(4) ઉચિતદાન – હોસ્પીટલ, પાણીની પરબો, સ્કૂલ, ધર્મશાળા, ભોજનશાળામાં અપાતુ દાન યાને માનવતાનાં સત્કાર્ય અપાતી લક્ષ્મીને ઉચિતદાન.
(5) અનુકંપાદાન – દીન-દુ:ખીયારા, સાધર્મિકને સહાય કરવી. અરે આપણે આંગણે આશા લઇને આવે ત્યારે વચનથી પણ તેને આશ્ર્વાસન આપવું. હૂંફ આપવી દિલાસો આપવો તે છે અનુકંપાદાન.
એક ચિંતનકારે સરસ કહ્યું છે કે-
“ત્રણ વાના મુજને મળ્યા હૈયુ મસ્તક હાથ
હવે ચોથુ નથી માંગવુ બહુ દઇ દીધું નાથ.”
આપણને હૃદ્ય-મગજ-હાથ આ ત્રણ મળ્યા છે તો
હૈયું- હૃદ્યમાં સર્વજીવો પ્રત્યે કરૂણા-વાત્સલ્ય પ્રેમ રાખો
મસ્તક – બુધ્ધિ મળી છે તો આત્માની શુધ્ધિ કરો
હાથ – હાથથી સત્કાર્ય જેવા કે દાન-પરોપકારવ કરી મળેલ સંપતિનો
સદુપયોગ કરો જે આપે દાન તેને મળે સન્માનને એક દિવસ બની જાય ભગવાન.
ઇંયફિિં – ઇંયફમ – ઇંફક્ષમ આ ત્રણ મળ્યા છે તો સત્કાર્ય કરી સાત્વિક શુધ્ધિ પામીએ.
હે દયાસિંઘુ ! આજના પાવન પર્વ પ્રસંગે પરમ પ્રાર્થના કે
પૂર્વભવમાં સસલાને બચાવી અનુકંપા કરી તો પછીના ભવે
શ્રેણિકરાજાના પુત્ર પણે મેઘકુમાર બન્યાને ભગવાન મહાવીરનું
શિષ્યપદ પામી પરમતત્વને પામી પરમગતિ વર્યા તેમ અમને પણ તારો.
હે કરૂણાસિંધુ ! પૂર્વભવમાં સંગમ ગોવાળીયાએ માત્ર ખીર
ઊત્કૃષ્ટપણે સંતને વહોરાવી તો પછીના ભવે શાલીભદ્રની
રિધ્ધિ-સિધ્ધિ વાર્ય. જેને ત્યાં રોજની 99 પેટી (33 વસ્ત્ર + 33 દાગીના
ની-33 વૈવિધ્ય પકવાનની) દેવતાઇ ઉતરતી અમને એવી સદ્ભાવના
આપો કે ઊત્કૃષ્ટભાવે સુપાત્રદાન આપી-અપરિગ્રહી બની
દાનના માર્ગે ઉદારદિલા થઇ અંતે ભગવાનનો ભેટો કરીએ
– અજરામર સંપ્રદાયનાં
બા.બ્ર.શ્રી ગીતાકુમારીજી મ.સ.