વૃદ્ધ દંપતીએ દીકરા અને વહુ ઉપર કેસ ઠોકયો
હાલ ભારત દેશમાં અનેક વિધ વિચિત્ર ઘટનાઓ ઘટી રહી છે ત્યારે એક એવી સામાજિક ઘટના સામે આવી જ સાંભળી લોકોના રુવાડા ઊંચા થઈ જતા હોય છે. ઉત્તરાખંડના હરિદ્વાર માં એક કેસ એવો સામે આવ્યો જેમાં વૃદ્ધ માતા પિતાએ પુત્રને તેની પુત્રવધૂ ઉપર પૌત્ર સુખ ન મળ્યું હોવા ના કારણે કોર્ટમાં અરજી કરી છે. એટલું જ નહીં વૃદ્ધ માતા-પિતા એ તેવી પણ માગણી કરી છે કે આ તેનો બાળક તેના પૌત્રને સોંપે અથવા તો પાંચ કરોડ રૂપિયા ભરણપોષણ માટે આપે.
વૃદ્ધ માતા-પિતાએ કોર્ટમાં અરજી કરતા જણાવ્યું કે, તેઓએ તેમના બાળકને અમેરિકા મોકલવા માટે પોતાની તમામ મિલકત અને રૂપિયા આપી દીધા હતા ત્યારે માતા-પિતા તરીકે એટલી અપેક્ષા હોય તે પોતાના પૌત્રને તેવો સારસંભાળ રાખી શકે અને તેમના સહારે તેઓ આગળનું જીવન જીવે પરંતુ દીકરો અને પુત્રવધુ પોતાનું કર્તવ્ય ભૂલ્યા છે જેના કારણે આ કાર્ય હાથ ધરવું પડે છે. તેઓએ જણાવ્યું હતું કે તેમનું પાછળ નું જીવન એકલા હાથે કોઈ પણ કારણે શક્ય બની શકે નહીં ત્યારે કોઈક સારો હોવો ખુબ જરૂરી છે.
ઉત્તરાખંડના હરિદ્વારમાંથી એક વિચિત્ર કહી શકાય તેવો કેસ સામે આવ્યો છે. જ્યાં વૃદ્ધ માતા-પિતાએ પુત્ર અને પુત્રવધૂને પૌત્ર-પૌત્રીનું સુખ ન મળવાને કારણે કોર્ટમાં અરજી કરી છે. તેમને કોર્ટમાં પુત્રને ભણાવવા ગણાવવા અને તેના પાલન પોષણમાં ખર્ચ કરવામાં આવેલા 5 કરોડ રૂપિયા પરત અપાવવાની અરજી કરી છે. કોર્ટ વૃદ્ધ દંપતીની અરજી પર 17 મેનાં રોજ સુનાવણી કરશે.પૌત્ર-પૌત્રીના પ્રેમની ચાહ રાખનાર વૃદ્ધ દંપતીએ કોર્ટમાં એવી પણ માગ કરી છે કે પુત્રના ઉછેરમાં તેઓએ આશરે 5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.