પોલીસ કમિશનરને લખ્યો પત્ર
વોર્ડ નં.૧૩ વિસ્તારમાં માસ્ક વગર બહાર નીકળવા લોકોને દંડવાને બદલે સારી કંપનીના માસ્ક આપવાની વોર્ડના કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઇ ડાંગરે તૈયારી દર્શાવી છે. સંસ્થાના સહયોગથી માસ્ક વિતરણ કરવાની કામગીરી માટે પોલીસને સહયોગ આપવા પણ પોલીસ કમિશ્નરને અરજ કરી છે.
શહેરમાં રોજબરોજ ટ્રાફીક શાખા દ્વારા અને જે તે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દિવસમાં બે-બે વખત માસ્કના દંડ વસુલવામાં આવી રહ્યા છે. અને લોકો દંડ ભરી જતા રહે છે અને બીજા દિવસે ફરીવાર લોકો દંડાય છે. આ સીલસીલો સતત ચાલુ રહે છે પરંતુ જે રીતે રાજકોટની અંદર સામાજીક સંસ્થા દ્વારા રાહત ભાવે માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એવું જોતા અમારા વોર્ડની અંદર જેટલા પણ પોઇન્ટ આવેલા છે. તે સ્વામીનારાયણ ચોક, ગુરુ પ્રસાદ ચોક, આનંદ બંગલા, ચોક, મવડી ચોકડી તેમજ માયાણી ચોક માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા દંડ વસુલવામાં આવી રહ્યા છે.
લોકોના સ્વાસ્થય અને સાવચેતીના ભાગરુપે જો દંડની જગ્યાએ અમોને સાથે રાખી તમામ પોઇન્ટ ઉપર માસ્ક સારી કંપનીના આપવામાં આવે તો પ્રથામાં એક સારો મેસેજ પોલીસનો જશે અમે જે માસ્કનું વિતરણ કરીશું તે અમારા ખર્ચે અને સંસ્થાની મદદ લઇને સ્વ. ઇન્દુબેન રસીકલાલ અનડકટના સ્માણર્થે ગોપાલભાઇ અનડકટના સહયોગથી અમો આ વિતરણ કરીશુ તેમ જણાવ્યું હતું.