ઉદય શિવાનંદ (ગોકુલ) હોસ્પિટલના સંચાલકો ભાજપ ડોક્ટર સેલના હોદેદારો!!!!
ગુજરાતની મોટાભાગની કોવીડ હોસ્પિટલો એ બંધ હોટેલોમાં ચાલે છે: પત્રકાર પરિષદમાં કોંગ્રેસની તડાફડી
કોવીડ હોસ્પિટલોની મંજૂરી આપતા પહેલા તેના વાયરિંગથી લઇ ફાયર સેફ્ટીના સાધનો ચાલુ છે કે નહી ? અને તેનો ઉપયોગ કરવા માટે ટ્રેનીંગ આપવી જોઈએ, ગુજરાતમાં કોઈપણ કોવીડ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવે છે ત્યારે ફક્ત ફાયર સિસ્ટમ લાગેલી છે તે જોઈ તપાસી અને પછી જ ફાયર સેફ્ટીનું એન ઓ સીઆપવું જોઈએ તેમ આજે પત્રકાર પરિષદમાં કોગ્રેસે જણાવ્યું હતું. ગુજરાતમાં બનેલા દુખદ બનાવો જોઈને પણ એવું લાગે છે કે સરકાર આવા બનાવો અને દુર્ઘટનાઓ માંથી કાઈ શીખવા માંગતી નથી અને કોઈપણ પ્રકારના સુધારાઓ પણ લાવવા માંગતી નથી આ પરથી એ સ્પષ્ટ શાબિત થાય છે કે સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે અને માત્ર સરકારે ભ્રષ્ટાચારને લગતા જ નિર્ણય લઇ રહી છ
કોંગી અગ્રણીઓએ ઉમેર્યું હતું કે ૧૧ કેવી નું કનેક્શન ગેરકાયદેસર રીતે મેળવેલું હતું કે કેમ ? જેની તપાસ થવી જોઈએ. ૧૧ કેવીનો લોડ ઉપાડી શકે તેવું વાયરિંગ હતું કે કેમ?
ઉદય શિવાનંદ મિશનના ટ્રસ્ટીઓ દ્વારા જણાવ્યા મુજબ કોવીડ હોસ્પિટલ ખોલવા માટે કલેકટરે પ્રેશર કરેલ અને તે પણ ગોકુલ હોસ્પિટલને જ આપવી તેવું ટ્રસ્ટીએ જણાવેલ છે તો પ્રશ્ન છે કે કલેકટરઉપર સરકારમાંથી કોનું પ્રેસર આવ્યું ? તેવું સ્પષ્ટતાપૂર્વક કલેકટરશજણાવે અને આવીજ રીતે દોશી હોસ્પિટલને અને તેના ટ્રસ્ટીઓને જણાવ્યું હતું કે તમોએ આપની હોસ્પિટલની સામેની ભાજપના આગેવાનની જ હોટેલમાં કોવીડ હોસ્પિટલ ખોલવા અમો મંજૂરી આપીશું ત્યારબાદ જ દોશી હોસ્પિટલને મંજૂરી આપેલ હતી. ગોકુલ હોસ્પિટલના ડોક્ટર/માલિક એ ભાજપના ડોક્ટર સેલના હોદ્દેદાર છે તેથી આ બંને હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવેલી હતી.
ઘટના અનુસંધાને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ શહેર પ્રમુખ મહેશભાઈ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, ડો.હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી પ્રદીપભાઈ ત્રિવેદી, અશોકસિંહ વાઘેલા સહિતના તાબડતોબ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા અને આખા બનાવની જાણકારી મેળવી તેમજ દર્દીઓને સારવાર આપવામાં કોઈપણ કચાસ ન રહે અને દર્દીઓને તમામ પ્રકારની સારવાર ફ્રી આપવાની માંગણી કરી છે. અને જે દર્દીઓના મૃત્યુ થયા છે તે તમામ દર્દીઓને ૨૫ લાખ રૂપિયા મુખ્યમંત્રી ફંડમાંથી આપવાની માંગણી કરી છે.