ભાવેશ વેકરીયાએ ૨૦ માંગણીઓ સાથે આવેદન આપ્યું
જુનાગઢમાં ઉતારા મંડળના સંગઠન દ્વારા લાખો શ્રદ્ધાળુઓ માટે ભોજન તેમજ રહેવાની સગવડતા પુરી પાડનાર આ સંસ્થાના મંડળે સામાજીક અગ્રણી ભાવેશભાઈ વેકરીયાની આગેવાનીમાં પડતી અગવડતાઓને લઈને ગુજરાતના મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાનને સંબોધી જીલ્લા કલેકટરને ૨૦ જેટલી વિવિધ માંગણીઓ સાથે આવેદન પાઠવ્યું હતું.
આ અંગે વિસ્તૃત વિગત અનુસાર પરીક્રમા તેમજ શિવરાત્રી મેળામાં સેવામાં કાયમ અગ્રેસર લોકહિતના કાર્યકર્તા જ્ઞાતી-સમાજો ટ્રસ્ટોના ઉતારા મંડળ દ્વારા ગઈકાલે વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીને જીલ્લા કલેકટર મારફતે આવેદન પાઠવ્યું હતું. આ આવેદનમાં ૨૫૦ જેટલી આ મંડળમાં જોડાયેલી સંસ્થાઓના એકપણ પ્રતિનિધિને લઘુકુંભ મેળો જાહેર થયા પછીની એક પણ બેઠકમાં બોલાવાયા નથી.
આ ઉપરાંત મહાશિવરાત્રી મેળા ૨૦૧૯ની ગ્રાન્ટ મનપા દ્વારા આ ગ્રાન્ટનું જે આયોજન કરવામાં આવે છે તેની જગ્યાએ જીલ્લા વહિવટીતંત્ર આ ગ્રાન્ટનું આયોજન કરે મેળામાં સેવા કરવા આવતા ઉતારા ધારકો અને અન્નક્ષેત્રો પાસેથી અલગ-અલગ પ્રકારે કર સ્વરૂપમાં લેવામાં આવતી રકમ સંપૂર્ણપણે નાબુદ થાય લઘુકુંભ મેળા દરમિયાન ભારતભરમાંથી આવતા સાધુ-સંતો અને મહંતો માટે જરૂરી સંત આવાસો બને. બહારથી આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે પર્યાપ્ત માત્રામાં જાજરૂ-બાથરૂમની ફ્રિ સુવિધા ઉપલબ્ધ થાય.
૨૦૦૮ દરમિયાન ભવનાથ ક્ષેત્રમાં થયેલ ડિમોલેશનમાં અન્નક્ષેત્રો અને ઉતારાઓને થયેલ પારાવાર નુકસાનનું વળતર વહેલી તકે ચુકવવા પ્રવાસન વિભાગના નામે તેમજ ઈકો સેન્સેટીવ ઝોનના નામે થતી કનડગત બંધ થાય તેમજ સ્વતંત્ર ભારતના બંધારણથી તદન વિપરીત આ કાળા કાયદાનો નિયમો બતાવી પ્રજામાં ઉભુ કરાતું ભયનું વાતાવરણ બંધ કરવાની સાથે ભવનાથ વિસ્તારને ઈકો સેન્સેટીવ ઝોનમાંથી મુકત કરાય. મેળા દરમિયાન સૌથી મોટા ટ્રાફિકના પ્રશ્ર્નોના નિવારણ માટે નિ:શુલ્ક ભોજન કરાવતા અન્નક્ષેત્રો માટે રાહતદરે સીધા સામાનના સ્ટોલ ઉભા કરાય દરેક ઉતારાધારકને કાયમી પ્લોટ નંબરની જાણકારી આપવી દરેક વખતે ફરતા ઉતારાના સ્થળથી સંચાલકોને પડતી હાડમારી દુર થાય તેમજ દરેક ઉતારાને હાલમાં ફાળવાતી ૧૦૦ થી ૧૫૦ વારને બદલે ૫૦૦ વારની જગ્યા આપવામાં આવે.
જેનાથી ઉતારા ધારકોને બળતણ તેમજ સીધુ સામાન
રાખવામાં પડતી મુશ્કેલીઓનો અંત થાય. ૫૭ એકર જમીન જે આઝાદીના સમયથી ઉતારાઓને
ફાળવવામાં આવેલી છે તેને કાયમી ધોરણે ખુલ્લી કરી ૧૫૦ એકર જેટલી જંગલની ખુલ્લી જમીન
પર છેલ્લા ૫૦ વર્ષથી ઉતારાઓ અને અન્નક્ષેત્રો આવે છે. આ કુલ ૨૦૦ એકર જમીન કાયમી
ધોરણે નિ:શુલ્ક ચાલતા અન્નક્ષેત્રો અને ઉતારાઓ માટે અનામત રાખવી. દસ દિવસ જેટલા
સમયગાળા પહેલા વાહન પાસની વ્યવસ્થા પુરી પાડી દેવી સરકારી તંત્ર અને પ્રજા વચ્ચેની
કડી જ્ઞાતી સમાજો ટ્રસ્ટોના ઉતારા મંડળને લઘુકુંભ મેળા આયોજનની કમિટીમાં
પારદર્શકતા માટે સામેલ કરવા સહિતની ૨૦ જેટલી માંગણીઓ મંડળે કરી હતી.