કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ 1 એપ્રીલથી 45 વર્ષથી ઉપરનાને વેકસીન આપવાની છુટ મળી છે. જો 1 એપ્રીલથી 18 વર્ષથી ઉપરના તમામને વેકસીન આપવામા આવે તો આ કોરોનાનો ઉપદ્રવ આપણે રપ થી 30 ટકા ક્ધટ્રોલ કરી શકીશું, કરણ કે દરેક ઘરમાં 18 થી 45 તેમજ 45 થી ઉપરની વ્યકિતઓ હોય જ છે. માટે આવા કુટુંબને રસી એક સાથે આપવામાં આવે તો કોરોનાના 100 ટકા કેસોને હળવો કરી શકાય અને સંયુકત ફેમીલીમાં કોરોનાના ચેપને અટકાવી શકાય. તો અમારી માંગણીને ઘ્યાને લઇ 1 એપ્રિલથી 18 વર્ષથી ઉપરના તમામને વેકસીન આપવામાં આવે તે વધુ યોગ્ય છે તેવી માંગણી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી છે.રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવએ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે પણ ટેલીફનીક વાતચીત કરી માંગણી કરેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા આરોગ્ય મંત્રીને પણ
પત્ર પાઠવી રજુઆત કરવામાં આવેલ છે. જો આપણે 1 એિ5્રલથી 18 વર્ષથી ઉપરના તમામને વેકસીન આપવાનું કામ કરશીુ તોં 15 જ દિવસમાં કોરોનાને ક્ધટ્રોલ કરી શકીશું.