ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવી માંગણી કરી
રાજકોટના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ વિધાનસભામાં પ્રશ્ર્નોતરી કાળ દરમિયાન ભારતમાં યોજાનારી જી-ર0 સમીટને આવકારી રાજકોટને ક્ધવેન્શન સેન્ટર મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા રાજય સરકારને અપીલ કરી હતી.
પ્રશ્ર્નોતરી કાળ દરમિયાન પ્રારંભમાં રમેશભાઇ ટીલાળાએ નાના ઉઘોગથી પ્રારંભ કરી રાજકોટના ટોચના ઉઘોગપતિમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ત્યારે ઉઘોગોમાં પડતી મુશ્કેલી અને તેમને કેમ આગળ વધારવો તે સારી રીતે જાણતા હોય તેમણે જણાવ્યું હતું કે હાલ રાજકોટમાં જ 35 હજારથી વધુ નાના ઉઘોગો રજીસ્ટર થયેલા છે.
રાજકોટએ સૌરાષ્ટ્રનું પાટનગર છે નાના મોટા ઉઘોગોના વિકાસ માટે અને તેમની સગવડતા અને ખોટા ખર્ચા બચાવવા માટે રાજકોટને ક્ધવેન્શન સેન્ટર મળે તો ખાલી રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના ઉઘોગો માટે ખુબ જ સરળતા રહે તેમને મુખ્યમંત્રીને અને નાણામંત્રીને આ માટે યોગ્ય પગલા ભરવા અપીલ કરી હતી.
મોટા ઉઘોગોમાં પડતી નાની મોટી મુશ્કેલીઓથી માહિતગાર હોવાથી તેમણે ક્ધવેન્શન સેન્ટરની માગણી કરતા સૌરાષ્ટ્રના ઉઘોગપતિઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.