રેસ્ટોરન્ટ, હોટલો કે ફુડ કોર્ટસ યા રેકડીઓ કે લારી ઓ દ્વારા ધંધો કરતા ધંધાર્થીઓ સાંજે સાત વાગ્યે તો ધંધો ચાલુ કરે છે …અને ખાસ કરી ને હોકસર્ઝોન માં ખાણીપીણી તથા રેકડીઓ કે લારીઓ પર સાંજે સાત પછી જ ઘરાકી જામે જે ને લગભગ ૧૨ વાગ્યાં સુધી છૂટછાટો હોય તોજ યોગ્ય વેપાર થઈ શકે છે…હોટલ કે રેસ્ટોરન્ટો માં પણ લગભગ ૧૨ સુધી ગ્રાહકો ની અંદર જવર હોય છે…ત્યારે આ અવ્યવહારુ જોગવાઈ થી કોઈ અર્થ નહી સરે તેવી રજૂઆત ગુજરાઇ હોઇકોર્ટના એડવોકેટ ડો. પરકીન રાજાએ કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, લગભગ ઉનાળો લોકડાઉન માં કાઢયા પછી ખાસ કરીને ઠંડા પીણા ઓ કે આઈસ્ક્રીમ પાર્લરો માં આ જોગવાઇ થી ભયંકર નુકશાન થશે….આ ધંધાર્થીઓ નો ધંધો જ રાત્રીના ૧૦ પછી નો છે….માંડ હવે એક કે બે મહિના કમાવવાના મળ્યા છે ત્યા આ જોગવાઇ અડચણરૂપ બનશે તેવુ મારુ સ્પષ્ટ માનવુ છે. લોકોએ વાઈરસ સાથે જીવવાની ટેવ પાડી લીધી છે!સોશિયલ ડીસ્ટંટ , માસ્ક, સેનીટાઈજર્સ ની હાથ ધોવા વગેરે ચુસ્તપણે અપનાવી લીધુ છે ત્યારે  લાંબા સમય ના લોકડાઉન પછી ધંધાર્થીઓ ને કમાવવાનો મોકો આપવો રહયો. રાજકોટ ની રંગત તેની રાત્રી બજાર જ છે તો આ અંગે સત્વરે પ્રજાની લાગણી નોંધ લેવા સરકારેે લેવી જોઇએ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.