તહેવારમાં ઘરે મહેમાનોની અવરજવર ચાલતી રહેતી હોય છે.તેમના માટે તરત કઈક અલગ શું બનાવું એ પ્રશ્ન હર એક ગૃહિણીને થતો હોય છે તો ચાલો આજે આપણે એક અલગ જ રિફેસિંગ મિલ્ક કોકો બનાવી એ…
સામગ્રી:
૧ બોટલ કોક
૧ વાટકો ખાંડ
૧ કપ મિલ્ક
૩-૪ ક્યુબ બરફ
૧ કપ ચોકલેટ આઇસક્રીમ
રિફેસિંગ મિલ્ક કોકો બનાવવા માટે સૌ પ્રથમ એક પાત્રમાં ઠંડુ દૂધ લો તેમાં કોક ઉમેરો જેટલું દૂધ લો તેના સરખા પ્રમાણમાં કોક ઉમેરો ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરી લો. ત્યારબાદ તેમાં ચોકલેટ આઇસક્રીમ ઉમેરી લો, તમે ચોકલેટ આઇસક્રીમની જ્ગ્યા પર વેનીલા આઇસક્રીમ પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તેને મિક્સચરમાં મિક્સ કરી લો.થોડા ફીણ વડે ત્યાં સુધી તેને બ્લેન્ડ કરી લો અને બરફ ઉમેરી સર્વ કરો તમે તેને ચોકલેટ સિરપ દ્વારા ગાર્નિશ પણ કરી શકો છો.