આજની પેઢી તેના સંતાનોના સંતાનોને એટલે ભાવિ પેઢીને હરિયાળું વિશ્ર્વ કે પ્રદૂષણ મુક્ત પૃથ્વી આપે તે ખૂબ જ જરૂરી છે. વર્ષો પહેલાના હરિયાળા જંગલો, નદી, તળાવોનું જતન કરી ફરીએ જુનું સ્વચ્છ પર્યાવરણ ભાવી પેઢીને મળે તો હેતું સભર તસ્વીર ‘અબતક’ના કેમેરામાં કેદ થઇ છે.

તસ્વીરમાં દાદા તેના પૌત્રને આંગળી પકડીને હરિયાળા વિશ્ર્વમાં પગલા મંડાવે છે ત્યારે ધરતી પર સ્વર્ગ ખડુ કરતું વાતાવરણમાં બાળક પણ લાકડીના ટેકે દાદા સાથે એજ હેતુ સભર પર્યાવરણમાં પ્રવેશ કરતો જોવા મળે છે. આજના યુગમાં ગ્લોબલ વોર્મિંગ સમસ્યાનો વૈશ્ર્વિક પ્રશ્ર્ન બાબતે સમગ્ર દુનિયા ચિતિંત છે ત્યારે ‘અબતક’ની આ તસ્વીર એક પોઝીટીવ મેસેજ આપી રહી છે.

આજની પેઢી આગલી પેઢી માટે સ્વચ્છ, સુંદર પ્રદૂષણ મુક્ત વાતાવરણ પુરૂ પાડવાની નૈતિક જવાબદારી છે. આજના બાળકોને હરિયાળું ભવિષ્ય આપવા સૌએ સહિયારો પ્રયાસ કરવો જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.