હિમાચલ પ્રદેશનો પ્લા. કચરામાંથી છૂટકારો મેળવવા નવો ‘ઉપાય’
પ્રતિકિલો રૂ.૭૫ના ભાવે ખરીદાય છે પ્લાસ્ટીક કચરો
મહિલા સશકિતકરણ કરવા અને સ્થાનિકોની આવક વધારવા સરકારનું વધુ એક પગલુ
પ્લાસ્ટીકના કચરાથી દેશ અને દૂનિયા આખી હેરાન છે અને તેના નિકાલ માટે વિવિધ પ્રયાસો કરે છે. હિમાચલ પ્રદેશો પ્લાસ્ટીકનાંક ચરા માટે એક નવતર અભિયાન હાથ ધર્યું છે. બોટલ સહિતના પ્લાસ્ટીકના કચરાના નિકાલ માટે ‘સ્વચ્છ કોફ’ ખોલવાનો નિર્ણય કર્યો છે. બોટલ સહિતનો પ્લાસ્ટીકનો કચરો કિલોના રૂ.૭૫ ના ભાવે મેળવી તેના બદલામાં ખાવા તથા પીવાની વસ્તુ આપવાનો નિર્ણય લીધો છે.
સુંદર પહાડી રાજય હિમાચલ પ્રદેશના કેટલાય શહેરોમાં ફેલાઈ રહેલા પ્લાસ્ટીકના કચરાના નિકાલ માટે નવતર ‘સ્વચ્છ કાફે’ ખોલી બોટલ સહિતનો પ્લાસ્ટીકનો કચરો એકઠો કરી તેના બદલે ખાવા તથા પીવાની વસ્તુઓ આપવાનો નિર્ણય કર્યો છે. બોટલ સહિત પ્લાસ્ટીકનો કચરો પ્રતિકિલો રૂ.૭૫ના ભાવે ખરીદાશે.
હિમાચલ પ્રદેશ સરકારે પ્લાસ્ટીકનો કચરો ફેલાતો રોકવા માટે ૧૦૦ ‘સ્વચ્છ કાફે’ ખોલવાનો નિર્ણયં કર્યો છે. સરકારે આ યોજના માટે રૂ.૮૧૦ કરોડનો ખર્ચ કરવાનું નકકી કર્યું છે.
‘સ્વચ્છ કાફે’ યોજનાની જાણકારી આપતા હિમાચલ પ્રદેશનાં ગ્રામીણ વિકાસ અને પંચાયતના રાજમંત્રી વીરેન્દ્ર કંવરે જણાવ્યું હતુ કે સરકાર સ્વચ્છ કાફે સ્થાપીને તેના મારફત રૂ.૭૫ના ભાવે બોટલ સહિત પ્લાસ્ટીકનો કચરો એકઠો કરશે અને તેના બદલે અનાજ કે ખાવા પીવાની વસ્તુઓઆપવામાં આવશે.
‘સ્વચ્છ કાફે’નું નિર્માણ ‘વિલેજ હાટ’ યોજના હેઠળ કરવામાં આવશે અને આવા સ્વચ્છ કાફે ખોલવા માટે મહિલાઓને પ્રાથમિકતા અપાશે સ્વચ્છ કાફે ખોલતા પહેલા ૧૦૦ મહિલાઓને પ્રશિક્ષણ પણ આપવામાં આવશે.
વીરેન્દ્રકુમારે જણાવ્યું હતુકે સ્વચ્છ કાફે મારફત પ્લાસ્ટીક કચરો જ નહી ખરીદાય પણ તેના મારફત રાજયમાં આવ્યા પ્રવાસીઓને સ્થાનિક વ્યંજનો જાણ પીરસવામાં આવશે અને આ કાફે મારફત ઓર્ગેનીક ઉત્પાદન ઔષધીય છોડ વગેરેને વેચવાની પણ યોજના છે.
આવી રીતે ‘સ્વચ્છ કાફે’ ખોલીને અમે ગામોને સીંગલ યુઝ પ્લાસ્ટીકથી મૂકત કરાવવા ઈચ્છીએ છીએ આ યોજનાનો બીજો મહત્વનો હેતુ મહિલાઓનું સશકિતકરણ કરવાનો તથા સ્થાનિક લોકોની આવક વધારવાનો છે.
રાજય સરકારે સ્વચ્છ કાફે ખોલવાની શરૂઆત કરી દીધી છે. પહેલુ સ્વચ્છ કાફે સોલનના નાલાગઢના રડીયાલી ગામમાં ખોલાયું છે. અને બીજુ કુલ્લુના નગ્ગરમાં ખોલવાની કાર્યવાહી ચાલુ છે.