અગરિયા હિતરક્ષક મંચ દ્વારા વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાને અભ્યારણ નામે કરાયેલી કામગીરીની નારાજગી દર્શાવી આજીવિકા ટકી રહે સહિતની સુવિધા આપવાની માંગ કરી
અગરિયા હીત રક્ષક મંચનું એક પ્રતિનિધિમંડળ મંગળવારે રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન મુલુ બેરાને મળ્યું, જેમાં વર્ષના આઠ મહિના માટે અગરિયાઓ માટે સામુદાયિક જમીનનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી છે.
અગરિયા હીત રક્ષક મંચના ટ્રસ્ટી હરિનેશ પંડ્યાએ જણાવ્યું હતું કે અગરિયાઓને જંગલી ગધેડા અભયારણ્ય સાથે કોઈ લેવા દેવા નથી, ત્યારે સરકાર દ્વારા તેમના સહઅસ્તિત્વને મજબૂત બનાવવું જોઈએ. વન વિભાગ જમીનની માલિકી ધરાવી શકે છે, પરંતુ સરકારે એવી સિસ્ટમ ઔપચારિક કરવી જોઈએ કે જ્યાં અગરિયાઓને આઠ મહિના માટે જમીનનો ઉપયોગ કરવાનો અધિકાર આપી શકાય, કારણ કે તેમનું અસ્તિત્વ તેના પર નિર્ભર છે.
તેમણે ઉમેર્યું હતું કે સરકાર પાસે વિસ્તાર અને સ્થાનોની સેટેલાઇટ ઇમેજ છે જ્યાં અગરિયાઓ કામ કરે છે તે સરળતાથી ઓળખી શકાય છે. “આ રીતે, અનૈતિક તત્વો કે જેઓ વ્યાપારી લાભ માટે ત્યાં કાર્યરત છે તેમને પણ નિયંત્રિત કરવામાં આવશે અને વન વિભાગ સાથે અગરિયાઓનો કોઈ સંઘર્ષ થશે નહીં તેમ પંડ્યાએ જણાવ્યું હતું.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે અગરિયાઓના બાળકોના શિક્ષણ માટે પ્રયત્નો કરવાની જરૂર છે, જેથી તેઓ લાંબા ગાળે અન્ય તકો શોધી શકે. અગરિયાઓના આશરે 8,000 પરિવારો મીઠાના તવાઓમાં કામ કરવા માટે આઠ મહિના માટે કચ્છમાં અસ્થાયી રૂપે સ્થાયી થાય છે.
સાંતલપુર નજીક કચ્છના રણમાં વન વિભાગની કાર્યવાહી અને અગરિયાઓનો વિરોધ
1992 થી 2015 ના અરસામાં મીઠા ના ધંધા માં મંદીનો માહોલ આવી જતા ધણા બધા અગરિયાઓને રણ છોડીને અન્ય ધંધો કરવો પડ્યો હતો પરિવાર નુ ગુજરાન ચલાવવા માટે 2015 પશે સરકારના પ્રયત્ન સરકારે જે સુવિધાઓ ઉપલબ્ધ કરી જેમાં અગરિયાઓના બાળકોને ભણવા માટે ટેન્ટ સ્કૂલ વધુ અભ્યાસ માટે બસની સુવિધા પીવાના પાણીની સુવિધા મીઠું પકવવા માટે સોલાર પ્લેટ અને અન્ય સુવિધાઓ આપી દરેક સુવિધા ની અંદર સરકારે સબસીડી આપી અગરિયાઓને મીઠું પકવવા માટે કામે લગાડેલા તેને લઈને રણનીતિ છોડીને જતા રહેલા અગરિયા પરિવારો રણની અંદર પરત ફરી મીઠું પકવવાનો ધંધો શરૂ કર્યો તેમની રોજી રોટી રેગ્યુલર ચાલવા માંડી તેમને મીઠું પકવી સપ્લાય શરૂ કર્યો પરંતુ અધિકારીઓ અમુક લોકોના ઈશારે મીઠું પકવતા અગરિયાઓને અડચણરૂપ બનવા રણની અંદર પરેશાન કરી રહ્યા છે.
ઘુડખર અભ્યારણના ધાંગધ્રા ઓફિસના અધિકારીઓ દ્વારા અમુક મીઠું પકવતા લોકોને સારી રીતે મીઠું પકવવા દેશે તો અમુક લોકોને રણ છોડી જતું રહેવા ભારપૂર્વક દબાણ કરી રહ્યા છે વન વિભાગના અધિકારીઓની કુટનીતિના કારણે 1200 પરિવારો ભગવાન ભરોસે થઈ જઈ શકશે તેમની રોજી રોટી સિનવાઈ જવાની શક્યતાને લઈ ને અગરિયાઓની વેદના આવી સામે આવી છે.
‘અગરીયા બચાવો’ બેનરો સાથે વિરોધ પ્રદર્શન
વન વિભાગ દ્વારા અભયારણ્યના નામે કરાયેલી કામગીરી સામે નારાજગી દર્શાવી આજીવિકા ટકી રહે તેવી સૂચના આપવા સહિતની માંગ સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અંદાજિત 400 થી વધું અગરિયાઓ દ્વારા બેનરો પર ’અગરિયા બચાવો’ના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરીને તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો. કચ્છના રણમાં વનવિભાગ દ્વારા અગરીયાઓને ખોટી હેરાનગતિ કરવામાં આવતાં 400 થી વધુ અગરિયા પરિવારોએ કચ્છ કલેકટર કચેરીએ વિવિધ બેનરો સુત્રો ચાર કરી આવેદનપત્ર આપી ભુજ કલેકટરને રજૂઆત કરી હતી.
કચ્છના નાના રણમાં વર્ષોથી મીઠું પકવી રોજગારી મેળવતા આડેસર અને સાંતલપુર વિસ્તારના અગરિયા પરિવારોએ આજે ભુજ કલેક્ટર કચેરીએ આવી વન વિભાગ દ્વારા અભયારણ્યના નામે કરાયેલી કામગીરી સામે નારાજગી દર્શાવી આજીવિકા ટકી રહે તેવી સૂચના આપવા સહિતની માંગ સાથેનું આવેદનપત્ર આપી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. આ વેળાએ અંદાજિત 400 જેટલા અગરિયાઓ દ્વારા બોર્ડ પર અગરિયા બચાવોના સૂત્રો લખી તંત્રનું ધ્યાન દોરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. અનેક મોટા એકમોના બદલે અગરિયાઓજ કનડગત કરવામાં આવી રહ્યાના આક્ષેપ સાથે વન વિભાગને યોગ્ય સૂચના આપી મીઠું પકવવાની કામગીરી ચાલુ રહે એવી રજૂઆત કરાઈ હતી.