સાવજોની સાથે ગીધ, પાયથન સહિત અનેકવિધ વનસ્પતીઓના ફોટા પાડવામાં આવશે

ગીર રેન્જનાં ડીસીએફ અનસુમન શર્માએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે જેમાં તેઓએ અપીલ કરતા જણાવ્યું છે કે, જે લોકો સાવજોના ફોટા આપશે તે સર્વેના ફોટો સોશિયલ મીડિયામાં ઉપર તેમના નામ સાથે પોસ્ટ કરવામાં આવશે જેથી ફોટા મોકલનાર લોકોને ગૌરવ પણ મળે. બીજી તરફ અનસુમન શર્માના જણાવ્યા મુજબ હાલ જે ફિલ્ડ ઓફિસરોની નિમણુક કરવામાં આવી છે તે એન્જીનીયર અને વિવિધ ક્ષેત્રના સ્નાતકો છે જેથી તેઓને ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરવા માટે પ્રેરીત કરાશે. હાલ ગીર રેન્જ યાત્રિકો માટે બંધ હોવાના કારણે સાવજોના ફોટા જે ફિલ્ડ ઓફિસરો દ્વારા આપવામાં આવશે તેનાથી વિશ્ર્વ આખામાં એશિયાટીક સાવજોને લોકો નિહાળી શકશે બીજી તરફ આઈએએસ અનસુમન શર્માના આ નવતર પ્રયોગથી વિઝયુઅલ રેકોર્ડ પણ બનાવવામાં આવશે જેનાથી સાવજોની સ્થિતિ અંગે માહિતી મેળવી શકાશે. મુખ્યત્વે ગીર રેન્જ રેવન્યુ વિસ્તારમાં આવતો હોવાથી આ પ્રયોગથી પેટ્રોલીંગ અને ફિલ્ડ વર્કમાં પણ અનેકગણો વધારો જોવા મળશે.

આ પ્રયોગ થકી ફિલ્ડ ઓફિસરો જંગલને વધુ સારી રીતે ઓળખી શકશે: અનસુમન શર્મા

Dr anshuman

ડીસીએફ અનસુમન શર્માએ અબતક સાથે ટેલિફોનિક વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ગીર રેન્જ ખુબ જ વિશાળ રેન્જ છે જયાં અનેકવિધ વનસ્પતિઓ, અનેકવિધ પશુ-પક્ષીઓ હોવાના કારણે જે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે તેનાથી ફિલ્ડ ઉપર કામ કરતા કર્મચારીઓનો જુસ્સો પણ વધશે અને તેમના દ્વારા પાડવામાં આવેલા ફોટો તેમના નામ સાથે વિશ્ર્વ ફલક ઉપર પણ જોવા મળશે. આ પ્રયોગનો હેતુ એ છે કે ફિલ્ડ ઓફિસરો મહતમ રીતે જનરલમાં ફરે ત્યાંની ચીજવસ્તુઓનાં ફોટો પાડી ડોકયુમેન્ટરી બનાવવામાં પણ મદદરૂપ સાબિત થાય. જંગલોની તમામ જીવસૃષ્ટિોને હાલ આવરી લેવાનો વિચાર છે અને આવનારા સમયમાં ફોટો કોમ્પીટીશન પણ કરાઈ તેવી હાલ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. આ પ્રયોગથી ફિલ્ડ ઉપર કામ કરતા કર્મચારીઓને પૂર્ણત: પ્રોત્સાહન પણ મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.