લલીત વસોયા, બ્રિજેશ મેરજા, ભીખાભાઈ જોષી, અંબરીશ ડેર, હર્ષદ રીબડીયા, અને ચિરાગ કાલરીયા સહિત ૧૪ ધારાસભ્યોએ સભા ગજવી
ઓણ સાલ સૌરાષ્ટ્ર મેઘરાજા મન મૂકીને વર્ષના અનેક વિસ્તારોમાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થવા છતા રાજય સરકાર કુંભકર્ણની નિંદર હોય ત્યારે ખેડુતોના મુદે કોંગ્રેસ રોડ ઉપર આવી ખેડુતોને સો ટકા પાક વિમા આપો અને ખેડુતોના દેવા માફ કરો સહિત વિવિધ મુદે કાલે ઉપલેટામાં બાપનિ બાવલા ચોકમાં સવારે ૧૧ થી ૪ કલાક સુધી પ્રતિક ધરણા અને ૪ થી ૭ સુધી ખેડુત સંમેલન યોજી કોંગ્રેસ નગારે ઘા કરશે આ કાર્યક્રમમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયા સહિત સૌરાષ્ટ્રના ૧૪ જેટલા ધારાસભ્યો હાજરી આપશે.
આ કાર્યક્રમ અંગે માહિતી આપતા કાર્યક્રમના આયોજક અને ઉપલેટા ધોરાજીના લડાયક ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ જણાવેલ કે ઓણ સાલ સૌરાષ્ટ્રના મોટાભાગમાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ખેડુતોના કપાસ, મગફળી, કઠોળ પાક સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડુતો કરજમાં ડુબી ગયા છે. સૌરાષ્ટ્રમાં અમૂક ખેડુતો કરજમાં ડુબી જવાથી આપઘાત કરી ચૂકયા છે. ત્યારે ગુજરાત ભાજપની સંવેદનશીલ સરકારના પેટનું પાણી હલતુ નથી ખેડુતોના પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોવા છતાં રાજય સરકારે આખા ગુજરાતમાં માત્ર સાતસો કરોડ રૂપીયાનું પેકેજ જાહેર કરી ખેડુતોને લોલીપોપ આપેલ છે.
ગયા વર્ષે પણ ઉપલેટામાં સરકારે પાક નિષ્ફળ જવાની રાહત ચૂકવેલ હતી પણ સરકાર અને વિમા કંપનીની મીલી ભગતના કારણે ગયા વર્ષનો ઉપલેટાને મગફલીનો વિમો મળેલ નથી. ઓણસાલ પણ ઉપલેટા, ધોરાજી સહિત સૌરાષ્ટ્રમાં મોટાભાગના ગામોમાં વરસાદ વાવાઝોડુ અને કમોસમી માવઠાને કારણે ખેડુતો પાક સંપૂર્ણ નાશ થઈ ગયેલ હોવા છતા ખેડુતો પાસે પાકના ફરજીયાત વિમો લેવરાવે છે. પણ વિમા કંપની ખેડુતોને પાક વિમો ચૂકવેલ નથી. છતા રાજય સરકાર વિમા કંપની સામે મૌન કેમ ધારણ કરેલ છે. છેલ્લા બે વર્ષમાં ખેડુતોને પાક નિષ્ફળ જવાથી ખેડુતો પારાવાર નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.વિમા કંપની પાક વિમો નહી ચૂકવતા ખેડુતોને કરજના ડુંગર નીચે દાટી દીધા છે આ બધુ ગુજરાતની રાજય સકાર જાણતી હોવા છતા ખેડુતોના પ્રશ્ર્ને મૌન ધારણ કરી લીધું છે.
ત્યારે ખેડુતોના પ્રશ્ર્ને ને વાચા આપવા અને કુંભકર્ણની નિંદરમાં પોઢેલ ગુજરાતની ભાજપ સરકારે જગાડવા આવતીકાલે ઉપલેટામાં ખેડુતોના તાત્કાલીક ધોરણે કપાસ અને મગફળીનોપાક વિમો ચૂકવો ખેડુતોના દેવા માફ કરો સહિતની માંગણી માટે સવાર ૧૧ થી ૪ વાગ્યા સુધી બાપુના બાવલા ચોકમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની હાજરી ધરણા અને ૪ વાગ્યા બાદ ખેડુત સંમેલન યોજી સરકાર સુધી ખેડુતોના પ્રશ્ર્નો રજૂઆત કરવાનું આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલેના ખેડુત સંમેલનમાં સૌરાષ્ટ્રનાં મોરબીનાં લલીત કગથરા ટંકારાના બ્રિજેશભાઈ મેરજા જૂનાગઢના ભિખાભાઈ જોષી, જામજોધપૂરના ચિરાગભાઈ કાલરીયા, વિસાવદરના હર્ષદભાઈ રીબડીયા, કાલાવડના પ્રવિણભાઈ મુછડીયા, અંબરીશભાઈ ડેર, સહિત ૧૪ ધારાસભ્યો હાજર રહેશે આ ખેડુત સંમેલનને સફળ બનાવવા તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર તેમજ શહેર તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિવિધ સેલના જહેમત ઉઠાવી રહ્યા છે.
નાદુરસ્ત તબીયત છતા ધારાસભ્ય વસોયા હાજરી આપશે
ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયાને થોડાક સમય પહેલા ઓપરેશન કરાવ્યાબાદ ડોકટરોએ એક માસ સંપૂર્ણ આરામની સલાહ આપી છે. છતા ધારાસભ્ય લલીત વસોયા ડોકટરની સલાહને અવગણીને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા ધરણા અને ખેડુત સંમેલનમાં હાજરી આપશે