એક તરફ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત સુસાશનની વાતો કરી રહી છે તો બીજી તરફ ભ્ર્ષ્ટાચારીઓ વધતાં જઈ રહ્યા છે. લોકસેવા માટે મુકાયેલા અધિકારીઓ-પદાધિકારીઓ ફરજ ભૂલી લોકોના કામ કરવા માટે લાંચ માંગતા હોય છે ત્યારે હાલ ફટાકડાના લાયસન્સ મુદે મામલતદાર કચેરીના અધિકારી લાંચ લેતા ઝડપાયા છે.

મળતી માહિતી મુજબ જામનગર શહેર મામલતદાર કચેરીના એક અધિકારીને લાંચ લેતા ગોકુલનગર નજીકથી ACBએ ઝડપી પાડ્યા છે. કર્મચારી ફટાકડાના લાઈસન્સ આપવાના અભિપ્રાય આપવા માટે રૂ.૫૦૦૦/- થી રૂ.૧૦૦૦૦/- લાંચ પેટે માંગણી કરે છે. લાંચના રૂપિયા ન મળે ત્યાં સુધી ફટાકડા વેચનાર વેપારીને લાઈસન્સ મેળવવા અભિપ્રાય આપવામાં આવતો નથી.

આ અધિકારીને રંગે હાથો ઝડપવા માટે એસીબી દ્વારા છટકાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીકોયરની મદદ લેવામાં આવી હતી. આ કામના આરોપીએ સહકાર આપનાર ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ડિકોયર પાસે લાઈસન્સના અભિપ્રાય આપવાના અવેજ પેટે ગેરકાયદેસર લાંચની રકમ રૂ.૧૦૦૦૦/- ની માંગણી કરી હતી અને તેમને રંગે હાથો ઝ્ડપવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.