પુત્રીએ જ સોના–ચાંદી અને ડાયમંડના ઘરેણા તેમજ રોકડ રકમ ચોરી પ્રેમીને આપી દીધાનું ખુલ્લતા બંનેની ધરપકડ: ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે બેંગ્લોરથી પ્રેમીને ઝડપી મુદામાલ કબ્જે કર્યો
આનંદનગર કોલોની પાસે આવેલી ગીતાજંલી પાર્કમાં કારખાનેદારના મકાનમાં પંદર દિવસ પહેલાં થયેલી રૂ.૨૧ લાખની ચોરીના ગુનાનો ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ભેદ ઉકેલી કારખાનેદારની પુત્રીએ ચોરી કરી સોના-ચાંદી અને ડાયમંડના ઘરેણા તેમજ રોકડ રકમ પ્રેમીને આપ્યાનું ખુલ્લતા બનેની ધરપકડકરી પુરેપુરો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગીતાજંલી પાર્કમાં રહેતા કારખાનેદાર કિશોરભાઇ ગંગદાસભાઇ પરસાણાના મકાનમાં રૂ.૨૧ લાખની મત્તાની ચોરી થયાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તસ્કરોએ દિન દહાડે ઓરિજનલ ચાવીથી ચોરી કર્યાનું અને ચાવી માતાજીના રૂમમાં રાખેલી રામાયણમાં ચાવી રાખવામાં આવતી હોવાથી ચોરીના ગુનામાં પરિવારના જ સભ્ય ચોરીની ઘટનામાં સંડોવણી હોવાની શંકા સાથે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. ડી.પી.ઉનડકટ, મહાવીરસિંહ જાડેજા, કે.કે.જાડેજા, ભરતભાઇ વનાણી, મુકેશભાઇ સભાડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, યુવરાજસિંહ સહિતના સ્ટાફે તપાસ હાથધરી હતી.
જાણભેદુની સંડોવણીની શંકા સાથે પોલીસે પરસાણા પરિવારના મોબાઇલ નંબર ટ્રેસ કરતા કિશોરભાઇ પરસાણાની પુત્રી પિયંકા અને એરપોર્ટ પાસે ગીતગુર્જરી સોસાયટીમાં રહેતા હેત કલ્પેશ શાહ વચ્ચે અવાર નવારવાત થઇ હોવાનું બહાર આવતા હેત શાહ અંગે પૂછપરછ કરવામાં આવતા તે પ્રિયંકા પરસાણાનો પ્રેમીહોવાનું બહાર આવ્યું હતું.
હેત શાહ તા.૩૦ નવેમ્બરે બેગ્લોર ગયા બાદ તા.૧ ડિસેમ્બરે ચોરીની ઘટના પ્રકાશમાં આવતા હેત શાહની સંડોવણી ન હોવાનું જણાયું હતું. તેમછતાં ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ બેગ્લોર જઇને હેતની પૂછપરછ કરતા તેને ચોરી ન કરી હોવાનુંપણ પોતાની પ્રેમિકા પિયંકાએ તા.૨૯ નવેમ્બરના રોજ પોતાના જ ઘરમાં ચોરી કરી સોના-ચાંદીઅને ડાયમંડના ઘરેણા અને રોકડ રકમની ચોરી કરી આપ્યા હતા. તે તા.૩૦ નવેમ્બરે રાજકોટ થી બેગ્લોર જવા નીકળ્યા બાદ તા.૧ ડિસેમ્બરે ચોરી થઇ હોય તે રીતે બપોરે બે વાગે પ્રિયંકાએ ઘરમાં વેર વિખેર કરી ટયુશન કલાસમાં જતીરહી હતી. સાંજે કિશોરભાઇ પરસાણા ઘરે આવ્યા ત્યારે પોતાને ત્યાં ચોરી થયાનું જણાતા ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
હેત શાહે ચોરીની ઘટનામાં પ્રિયંકા જ મુખ્ય પાત્ર હોવાનું બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે તેની ધરપડક કરી ચોરીનો ભેદ ઉકેલી રૂ.૬૪ લાખની કિંમતના ઘરેણા કબ્જે કર્યા છે.
ચોરી રૂ.૨૧ લાખની અને મુદામાલ કબ્જે થયો રૂ.૬૪ લાખનો!
ગીતાજંલી પાર્કમાં પંદર દિવસ પહેલાં કારખાનેદાર કિશોરભાઇ પરસાણાના મકાનમાં રૂ.૨૧ લાખની ચોરી થયાનો ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ચોરીનો ભેદ ઉકેલી કારખાનેદારની પુત્રી પ્રિયંકા અને તેના પ્રેમી હેત શાહની ધરપકડ કરી તેની પાસેથી રૂ.૬૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ભક્તિનગર પોલીસે ઘરેણાની કિંમત ઓછી બતાવી છે કે, ચોરીનો આંક ઓછો બતાવવા રૂ.૨૧ લાખની ફરિયાદ નોંધવામાં આવી હતી તે અંગે પોલીસ સ્ટાફ ગોટે ચડયો હતો.