ગુજરાતની કચ્છી કોયલના નામે ઓળખાતી ગીતા રબારી નો જન્મ 31-12-1996ના રોજ કચ્છના તપ્પર ગામમાં થયો હતો. પાંચમા ધોરણથી ગીતો ગાતી ગીતાને છેલ્લા પાંચ વર્ષમાં વધુ નામના મળી છે. માત્ર 22 વર્ષની ઉંમરે ગુજરાત ભરમાં નામના અને પગભર બન્યા.
અત્યારે કોઈપણ નાના મોટા પ્રસંગમાં તમે જાવ તો બધાના મોઢે એક જ ગુજરાતી સોંગ સાંભડવા મળતું હોય છે. અને તે સોંગ એટલે ‘રોણા શેરમાં રે……રોણા શેરમાં રે…….’ આ ગીત ૧૬ એપ્રિલ ૨૦૧૭ ના રોજ રાઘવ ડિજીટલ યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું હતું. થોડાક જ સમય માં આ ગીત એ સમગ્ર ગુજરાતમાં જ નઈ પરંતુ પુરા ભારત દેશમાં ધૂમ મચાવી રહ્યું છે.
ગીતાબેન રબારીના રોણા શહેરમાં રે સોંગને 20 કરોડથી પણ વધુ વ્યૂઝ મળતા “મેક્સિમમ ગુજરાતી falk song on youtube ” વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કરતા ભુજ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના પ્રતિનિધિ શ્રી મિલન સોનીના વરદ હસ્તે ઇન્ડિયાના સર્ટિફિકેટ તથા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
ગીતા રબારીના સન્માન પ્રસંગ દરમિયાન પૂર્વ નગરપતિ અને શંકરભાઈ સચદે, એન.આર.આઈ ફેસ્ટીવલ કાઉન્સીલના હસમુખ ઠક્કર, એસ વી ઈન્ટરનેશનલના ચેરમેન મનસુખ ગોરસિયાઅને જેમલરબારી વિનોદ વરસાણી સહિતની હસ્તીઓ હાજર રહી હતી.
ગીતાબેન રબારીના હિટ ગીત:
“રોણા શેરમાં રે……રોણા શેરમાં રે…….
ચાલી કિસ્મતની ગાડી ટોપ ગિયર માં રે…….
હે રોણા શેરમાં રે………”