ગુજરાતના લોક લાડીલા ગાયક ગીતા રબારીને આજે સમગ્ર રાજ્યમાં કોઈ ઓળખાણની જરૂર નથી. ગીતા રબારીનો કંઠ જ તેમની ઓળખ બની છે. ગુજરાતમાં ગીતા રબારીની લોક ચાહના ખુબ જોવા મળે છે. તેનો ચાહક વર્ગ તેના ગીતોની રાહ જોયને બેઠો હોય છે. અવાર નવાર ગીતા રબારીના ગીતો લોકોમાં ચર્ચાનો વિષય બનતા હોય છે. પણ આ વખતે ગીતા રબારી વેક્સીનને લઈ ફરી પાછા ચર્ચાનો વિષય બન્યા છે.
હાલ ગીતા રબારીએ તેના ફેસબુક પેજ પર વેક્સીન લેતા હોય તેવો પોતાનો ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરતા જ વિવાદ સર્જાયો છે. સરકારના નિયમ મુજબ વેક્સીન માટે રજીસ્ટ્રેશન કરવું પડે અને પછી વેક્સિનેશન સેન્ટર પર જઈ તમને વેક્સીન આપવામાં આવે. જયારે ફોટો માં ગીતા રબારી પોતાના ઘરે વેક્સીન લઈ છે.
સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી ગીતા રબારી ઘરે વેક્સીન લેવાથી વિવાદ સર્જાયો છે. વિરોધમાં એવું કહેવામાં આવે છે કે, ‘એક બાજુ લોકોને વેક્સીન માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે જયારે ગીતા રબારી પોતાના ઘરે વેક્સીન લઈ રહ્યા છે.’ નિયમો બધા લોકો માટે એક સમાન હોય છે. તો અહીંયા આ ભેદભાવ કેમ જોવા મળે છે.
સરકારી નિયમોનું ઉલ્લંઘન થયું છે, તે આ ફોટોમાં જોવા મળે છે. તેથી DODએ ગીતા રબારીને વેક્સીન આપનાર આરોગ્ય કર્મચારીને નોટિસ ફટકારી છે. તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હવે જોવાનું એ છે કે તંત્ર ગીતા રબારી સામે સરકારી નિયમોનો ભંગ કરવા બાદલ પગલાં લેશે કે કેમ.