કાલે ગીતા જયંતી
માગશર શુદ અગીયારસ અને તા.૮-૧૨-૧૯ના રોજ કાલે ગીતા જયંતી છે. જીવનમા બધા જ દુ:ખોમાંથી છૂટવાનો અંતિમ ઉપાય એટલે ગીતા બધા જ દુ:ખોનું નિવારણ એટલે ગીતા ગ્રંથને વેદોથી પણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. કારણ કે વેદોને શિખવા માટે ખૂબ ઉંડા અભ્યાસની જરૂર પડે છે. જયારે ગીતા રૂપી ગ્રંથને બધાજ વ્યકિતઓ માણસો સમજી શકે છે.
ગાયત્રી મંત્રથી પણ શ્રેષ્ઠ ગીતા રૂપી ગ્રંથ છે. ગાયત્રી મંત્ર બોલવાથી ફકત પોતાને મૂકિત મળે છે. પરંતુ ગીતા રૂપી ગ્રંથને પોતે સમજી અને બીજાને સમજાવાથી પોતાને તો મૂકિત મળે છે. સાથે બીજાનો પણ ઉધ્ધાર થાય છે. ભગવાન કહે છેગીતા મારો સ્વયં ગૂરૂ છે. અને હૃદય પણ છે. અને સાથે અવિનાશી જ્ઞાન પણ છે.
મહાત્મા ગાંધીજી કહેતા કે જયારે કોઈપણ ધર્મશંકટમાં હું હોઉં છું ત્યારે માત્ર ગીતાગ્રંથનોજ સહારો લઉ છું પિતૃ દોષોમાંથી મૂકિત મેળવવા માટે ગીતાનો પાઠ કરવાથી રાહત થાય છે. અને પિતૃદોષોમાંથી મૂકિત મળે છે.
શ્રીમદ ભગવદ્ગીતાનું અનુષ્ઠાન અને પૂજન માગશરૂ શુદ ૧૧ને રવિવારે સવારે નિત્યકર્મ કરી ત્યારબાદ એક બાજોઠ કે પાટલા પર લાલ વસ્ત્ર પાથરી ગીતાજીનાં પુસ્તકની સ્થાપના કરવી ત્યાર બાદ ૐ કેશવાય નમ:, ૐ નારાયણાય નમ:, ૐ માધવાય નમ:, ૐ ગોવિંદાય નમ: આમ આ નામ બોલી તુલશી પત્ર હાથમાં લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ અથવા શાલીગ્રામ પર ચડાવવું ત્યારબાદ શાલીગ્રામને ચોખ્ખા જળથી અભિષેક કરી અને વસ્ત્રી જનોઈ, ચાંદલો, ચોખા, ફૂલ, અબીલ, ગુલાલ, કંકુ, ધુપ, દીપ અર્પણ કરવા.
બાજોઠ પર રાખેલ ગીતાના ગ્રંથને પણ આ બધુ અર્પણ કરવું ત્યારબાદ શાલીગ્રામ અને ગીતાના ગ્રંથની આરતી ઉતારવી અને શકય હોયતો એક અધ્યાય અથવા પહેલો, ચોથો, નવમો, અગીયારમો, તેરમો અને ૧૫માં અધ્યાયનો પાઠ કરવો.
એવો નિયમ લેવો કે આજથી ગીતાના એક અધ્યાયનો દરરોજ પાઠ કરીશ ગીતાનો પાઠ કરવાથી ઘરમાં શાંતી રહે છે. અને પિતૃ દોષમાંથી મૂકિત મળે છે. તેમ વેદાંતરત્ન શાસ્ત્રી રાજદીપ જોષીની યાદીમાં જણાવાયું છે.