• CM ભૂપેન્દ્ર પટેલની સાથે 1,000 થી વધુ લોકોએ ભાલછેલ ખાતેના સનસેટ પોઈન્ટ ખાતે વૃક્ષારોપણ કર્યું
  • લોકોના સહિયારા પ્રયત્નો સાથે અનેક વૃક્ષોના વાવેતરથી ‘માતૃવન’ નું નિર્માણ’
  • પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા સહિતના મહાનુભાવો એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું

રાજ્ય સરકારે અંદાજે રૂ.15 કરોડના ખર્ચે વિકસિત કરેલા ભાલછેલ સનસેટ પોઇન્ટના નિર્માણ અને ત્યાં નવનિર્માણિત કરવામાં આવેલ વનને કારણે સાસણ આવતાં પ્રવાસીઓ માટે એક નવું નજરાણું ઊભું થયું છે.

જૂનાગઢમાં ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાસણ ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.ત્યારપછી ભાલછેલ સનસેટ પોઇન્ટ ખાતે ‘એક પેડ માં કે નામ અભિયાન’ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.

Gir somnath : Plantation done at sunset point developed at Bhalchel.

મુખ્યમંત્રીની સાથે એન.સી.સી. કેડેટ્સ, એન.જી.ઓ., આસપાસના ગ્રામજનો સહિત 1,000થી વધુ લોકોએ વૃક્ષારોપણ કર્યું હતું. મુખ્યમંત્રીની સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવોએ ભાલછેલ સનસેટ પોઇન્ટ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ સ્થળને ‘માતૃવન’ નામ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અંદાજે રૂ.15 કરોડના ખર્ચે વિકસિત કરેલ ભાલછેલ સનસેટ પોઇન્ટ ગીરના પ્રવાસે આવતા પ્રવાસીઓને એક નવું નજરાણા સમાન બની રહ્યું છે.

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીની સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજૂલા મૂછાર, ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, ભગવાનજી કરગઠિયા, ભગવાન બારડ, અરવિંદ લાડાણી, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, વન વિભાગના ઉચ્ચ અધિકારી સર્વશ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ, ડો. યુ. ડી. સિંહ, પ્રશાંત તોમર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.