- ગીરસોમનાથ જીલ્લા પોલીસ તથા જીલ્લાના મુખ્ય પત્રકારોનો ક્રિકેટ મેચ
- ACP , dysp, Lcb, SOG , PI સહીત મુખ્ય અધીકારીઓ
- જીલ્લા પોલીસ દ્રારા જીલ્લાની 17 ટીમો માટે ક્રિકેટ મેચનુ આયોજન કરાયુ
- પ્રથમ મેચ પોલીસ અને પત્રકાર વચ્ચે ફ્રેન્ડલી રખાયો
- ન કોઇ જીત ન કોઇની હાર પોલીસ અને પત્રકાર ટીમનો જયજયકાર
Girsomnath news : ગીરસોમનાથ જીલ્લા પોલીસ દ્રારા ગીર રક્ષક કપ -2024 અંતર્ગત જીલ્લાના પોલીસની 17 ટીમોનો ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનુ આયોજન કરાયુ હતુ. જેમા પ્રથમ મેચ પોલીસ અને પત્રકારો વચ્ચે રોમાંચક રખાયો હતો .
24 કલાકની ભાગદોડ અને જવાબદારીઓ વચ્ચે પ્રજાની વચ્ચે રહેનારા તેમજ તેમની સુરક્ષા સાથે કાયદાની વ્યવસ્થાઓ પણ જળવાઇ રહે તે રીતે રહેતા પોલીસ તંત્ર દ્રારા ગીરસોમનાથ જીલ્લાના તાલાલા તાલુકાના વિરપુર ગીર ગામે રમણીય વાતાવરણ અને ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગીરસોમનાથ જીલ્લા એસપી મનોહરસિંહ જાડેજાની સૂચનાથી જીલ્લાની 17 પોલીસ ની ટીમો વચ્ચે ગીર રક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટનુ ભવ્ય આયોજન કરાયુ હતુ.
જેમા પ્રથમ મેચ ગીરસોમનાથ જીલ્લાના મુખ્ય પત્રકારો સાથે ફ્રેન્ડલી રમવાનુ આયોજન કરાયુ. જેમા ગીરસોમનાથ જીલ્લાના પત્રકારોમા મિતેષ પરમાર ( કેપ્ટન) , દિનેશ સોલંકી ( વાઇસ કેપ્ટન) , દિલીપ મોરી , રોહીત બારડ , અરવિંદ સોઢા, અતુલ કોટેચા , ચેતન અપારનાથી , પ્રદિપ બાપુ, નાનજી ચાવડા , પ્રકાશ, અજીત સહીતની પત્રકાર ઇલેવનની ટીમ સામે ગીર સોમનાથ જીલ્લા એસપી મનોહરસિંહ જાડેજા ( કેપ્ટન) , ડીવાય એસપી , એલસીબી , એસ ઓજી, પીઆઇ સહીતની ટીમનો ક્રિકેટ મેચ રમાયો હતો.
જેમા વેરાવળ ખારવાસમાજના પટેલ જીતુ કુહાડા પણ પોલીસ ટીમમા રમ્યા હતા . તાલાલા પાલીકાના પૂર્વ પ્રમુખ અમીત ઉનડકટ સહીત અગ્રણીઓની પણ ઉપસ્થિત રહી હતી. લાઇવ પ્રસારણ અને કોમેન્ટરી સાથે પ્રથમ ટોસ પત્રકાર ટીમે જીતી બેટીંગ કરી હતી ભારે રસાકસી અને રોમાંચક ક્રિકેટ મેચ જોવા આસપાસના ગામના લોકો અને યુવાવર્ગ ઉમટી પડ્યો હતો .અને આ ફ્રેન્ડલી ક્રિકેટ મેચ મા ન કોઇની હાર અને ન કોઇની જીત આમ બન્ને એક સીકાની બે બાજુ પોલીસ અને પત્રકાર ઇલેવન બન્નેનો જય કાર થયો હતો . સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન એલસીબી, પીઆઇ અરવિંદ સિહ જાડેજા તથા ટીમે કરેલ હતુ .
24 કલાક પ્રજાની વચ્ચે રહી તેમની સમસ્યાઓ ને ઉજાગર કરવા અને લોકોને ન્યાય અપાવવા દોડધામ કરતા પત્રકારો અને 24 કલાક પ્રજાની વચ્ચે રહી કાયદો અને વ્યવસ્થાનુ પાલન કરી રક્ષણ આપતા પોલીસ તંત્ર આજે ખુલ્લામને ક્રિકેટ મેચ રમતાનો અદભૂત નજારો જોવા મળ્યો હતો .
અહેવાલ : અતુલ કોટેચા