ગીર સોમનાથ: જીલ્લા નજીક ચોરવાડ મુકામે સાસંદ રાજેશ ચુડાસમા દ્રારા દરવષઁની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવ નુ ભવ્ય આયોજન કરાયુ હતુ જેમા હજજારોની જનમેદની વચ્ચે મધ્યરાત્રીએ વડાપ્રધાન ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રના સૌથી નાની વયના ગીરસોમનાથના સાસંદ રાજેશ ચુડાસમા દ્રારા વર્ષોથી તેમના વતન ચોરવાડ ખાતે ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામા આવે છે. તે મુજબ આ વર્ષે પણ ફેરન્ડસ ગૃપ દ્રારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા દરરોજ લાઇવ ઓરકેસ્ટ્રાના માધ્યમથી મહાઆરતી , નામાંકિત કલાકારો દ્રારા સ્ટેજ પ્રોગામ, રાજભોગ દર્શન સહીત અલગ અલગ કાયઁક્રમ દરરોજના રાખવામા આવેલ હતા.
જે મુજબ છેલ્લા દિવસે મહાઆરતીનો કાયઁક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા નામાંકિત કલાકારોના સુરના સથવારે ગણેશજીની હજારો દીવડાઓ સાથે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમા જૂનાગઢ અને ગીર સોમનાથના રાજકીય, સામાજિક અગ્રણીઓ અને સ્થાનીકો હજારોની જનમેદની ઉમટી પડી હતી. મહાઆરતી બાદ મધ્યરાત્રીએ 12 કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમીતે સાસંદ રાજેશ ચુડાસમા તથા ભાજપના અગ્રણીઓ દ્વારા કેક કાપી તેમજ રાષ્ટ્રગાન કરી ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જેમા ધારાસભ્યો , પૂર્વ ધારાસભ્યો , જીલ્લા પંચાયત ના તાલુકા પંચાયતના સદસ્યો , સરપંચો , જીલ્લા ભાજપ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ફીશ ઉધોગપતિઓ સહીત હજજારોની જનમેદની જોવા મળી હતી.
અતુલ કોટેચા