- કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે ગીરસોમનાથ જીલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
- વિધાનસભાના નાયબ દંડક,ધારાસભ્ય , પૂર્વ ધારાસભ્ય સહીતની ઉપસ્થીતી
- ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 31,390 લાભાર્થીઓને રૂ. 234,78 કરોડની સહાયનું વિતરણ
ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો મળી રહે તે માટે રાજ્ય ભરમાં ગરીબ કલ્યાણ મેળોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અનુસાર ગીરસોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે 14મો જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 31,390 લાભાર્થીઓને રૂ. 234.78 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ત્યારે આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગૌરવવંતા ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને આગળ ધપાવતા મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગરીબ કલ્યાણ મેળાનો જનસેવાયજ્ઞ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. રાજ્યના ગરીબો સ્વાભિમાનપૂર્વક જીવે એવી રાજ્ય સરકારની નેમને ગરીબ કલ્યાણ મેળો સાર્થક કરી રહ્યો છે.
તેમજ તેઓએ ઉમેર્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબો આત્મનિર્ભર અને સ્વાવલંબી બન્યાં છે. આજે છેવાડાના માનવી સુધી વિકાસનો લાભ મળે છે જેના કારણે ગુજરાતની ગતિ-પ્રગતિમાં પણ વધારો થયો છે તેમ તેમણે વધુમા જણાવ્યું હતું.ગરીબ કલ્યાણ મેળામા પ્રાકૃતિક પેદાશ પ્રદર્શની સહ વેચાણ, આરોગ્ય શાખા દ્વારા મેડિકલ કેમ્પ, સમાજ સુરક્ષા કચેરી દ્વારા કેમ્પ, મહેસૂલ તથા પુરવઠા શાખા, મહિલા અને બાળ વિકાસ શાખા, લીડ બેંક, શહેરી વિકાસ, વાસ્મો, બાગાયત અને આત્મા શાખા, સામાજિક વન વિભાગ, પશુપાલન અને ખેતીવાડી શાખા તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિત 15 સ્ટોલ મારફતે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરિત કરવામાં આવ્યાં હતાં. આ સાથે આ કાર્યક્રમમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમાર, જીલ્લા પંચાયતના પ્રમુખ, પાલીકા પ્રમુખ સહીતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અતુલ કોટેચા