- આગામી 26 એપ્રિલથી મેંગો માર્કેટમાં કેસર કેરીની આવક શરુ થશે
- ગત વર્ષેની આ વર્ષે તુલનામાં ઉત્પાદન ઓછું થવાનો અંદાજ
- આ વર્ષે માત્ર 3.5 લાખ બોક્સ આવક થવાનો કરાયો અંદાજ
- ઓછું ઉત્પાદન થવા છતાં અનેક દેશોમાં કેસર કેરી પોતાનો સ્વાદ પ્રસરાવશે
ગુજરાતીઓ કેસર કેરી વગર ઉનાળો અધુરો માને છે. કેસર કેરીનું આગમન બજારમાં ક્યારે થશે તેની કેરી રસિકો રાહ જોઈ રહ્યા છે. આમ તો, સામાન્ય રીતે કેસર કેરી એપ્રિલ મહિનાના શરૂઆતમાં બજાર આવી જાય છે. પરંતુ આ વર્ષે એપ્રિલના અંતમાં કેસર કેરી બજારમાં આવશે. પરંતુ આ વખતે ગીરની પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ મધ્યમ વર્ગના લોકો માટે કડવો સાબિત થઈ શકે છે.
ગીરની પ્રખ્યાત કેસર કેરીનું ટૂંક સમયમાં બજારમાં આગમન થશે. આગામી 26 એપ્રિલથી મેંગો માર્કેટમાં કેસર કેરીની આવક શરુ થશે. આ વર્ષે ગત વર્ષેની તુલનામાં ઉત્પાદન ઓછું થવાનો અંદાજ કરવામાં આવી રહ્યો છે. મેંગો માર્કેટમાં ગત વર્ષે 6 લાખ બોક્સ કેરીની આવક થઈ હતી. જેમની સામે આ વર્ષે માત્ર 3.5 લાખ બોક્સ આવક થવાનો અંદાજ લાગવવામાં આવી રહ્યો છે. જોકે ઓછું ઉત્પાદન થવા છતાં અનેક દેશોમાં કેસર કેરી પોતાનો સ્વાદ પ્રસરાવશે. પરંતુ આ વર્ષે નાના અને મધ્યમ વર્ગના લોકો માટે કેરીનો સ્વાદ કડવો બને તેવી શક્યતા છે.
કેસર ક્યારે આવશે?
ગીરની પ્રખ્યાત કેસર ટૂંક સમયમાં બજારમાં આવશે. આગામી 26 એપ્રિલથી તાલાલા મેંગો માર્કેટમાં કેસરનું આગમન થશે. ગત વર્ષની સરખામણીમાં ઉત્પાદન ઓછું થવાનો અંદાજ છે. ઉત્પાદન ઓછું થતાં મધ્યમ વર્ગના લોકો માટે કેરીનો સ્વાદ કડવો બની શકે છે. જોકે ઉત્પાદન ઓછું છતાં કેસર કેરી વિદેશમાં પોતાનો સ્વાદ ફેલાવશે.
ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. હજારો હેકટરમાં ફેલાયેલા કેસર કેરીના બગીચાઓમાંથી દર વર્ષ મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે. આ કેસર કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત બની છે, ત્યારે સામાન્ય રીતે કેસર કેરી એપ્રિલ મહિનાની શરૂઆતમાં બજારમાં આવી જતી હોય છે, પરંતુ આ વર્ષે એપ્રિલમાં અંતમાં કેસર કેરી બજારમાં આવશે. મેંગો માર્કેટમાં ગત વર્ષે 6 લાખ બોક્સ કેરીની આવક થઈ હતી. જેમની સામે આ વર્ષે માત્ર 3.5 લાખ બોક્સ આવક થવાનો અંદાજ લાગવવામાં આવી રહ્યો છે. જે શરૂઆતના દિવસોમાં 5 થી 7 હજાર બોક્સ જ કેરી આવે તેવું અનુમાન છે.
ગત વર્ષની તુલનાએ 50 ટકા જેટલું કેસરનું ઉત્પાદન ઓછું હોવાનું મેંગો માર્કેટના ચેરમેન સહિત ખેડૂતો માની રહ્યા છે. ખેડૂતોના મતે આ વર્ષે પૂરતું ફ્લાવરીંગ આવ્યું હતું પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે ખરવા લાગ્યું. પાછોતરું જે ફ્લાવરીંગ આવ્યું તેમાં મગીયો બંધાયો અને હાલ કેરી આવી છે. પરંતુ વાતાવરણની વિષમતાના કારણે જાજી કેરી ખરી ગઈ છે. આથી આ વખતે કેસર કેરીનું ઉત્પાદન ઘટશે.