ગાયક કલાકાર સુભાષ ખોડે, અરમાન પઠાણ, જુસબ બાપુ સહિતનાઓએ ગીતોની રમઝટ બોલાવી
હાલ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે ખાસ કરીને ગુજરાતમાં પણ દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સો ને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે એક પ્રકારે જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે બીજી તરફ વાત કરે તો હજુ પણ સુરેન્દ્રનગરની જિલ્લાની જનતા ઘરમાં રહેવાનું વધારે પસંદ કરી રહી છે..
ત્યારે ખાસ કરી જિલ્લાની જનતા ઘરે રહી ને મોટા ભાગે સોશિયલ મીડિયા ઉપર પોતાનો સમય કાઢે છે અને કોરોનાથી બચે છે. ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું એક ગિરનારી ગ્રુપ દ્વારા અનોખો વિચાર કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોનો સમય સરળતાથી પસાર થાય તે હેતુથી સોશિયલ મીડિયા ઉપર સુરેન્દ્રનગર જિલ્લાની સંગીત પ્રેમી જનતા ને મનોરંજન મળે તે હેતુથી અલગ-અલગ જિલ્લાના જાણીતા કલાકારો ને બોલાવીને સોશિયલ મીડિયા ઉપર તેમના ગીતો લાઈવ માં રજૂ કરવામાં આવી રહ્યા છે.જેમાં ખાસ કરી ને આદિલખાન પઠાણ નો આ કાર્યક્રમમાં સિંહફાળો રહો છે.ત્યારે અન્ય જિલ્લા ના ગાયક કલાકારસુભાષ ખોંડે (વોઇસ ઓફ કિશોર કુમાર) અરમાન પઠાણ(જુનિયર આર્ટિસ્ટ)જુસબ બાપુ(વોઇસ ઓફ રફી) મુસા ભાઈ સંધિ ( હાલરડાં અને શોર્ય ગીતો ) રૂસ્તમભાઈ પીલુડિયા અને જિલ્લાના અનેક ગાયક આ કાર્યક્રમમાં આવીને સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને પોતાનો અવાજ સંભળાવી રહ્યા છે.