હાલમા તો ઉત્તરપ્રદેશના પ્રયાગરાગમાં કુંભ ૨૦૧૯ ચાલી રહ્યો છે. દેશભરમાંથી જોગીઓ, સાધુઓ અને અઘોરીઓએ પ્રયાગરાગમાં જમાવટ કરી છે. આ દરમ્યાન ગુજરાતમાં ગીરનાર ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ શિવરાત્રિના મેળાનું ભવ્ય આયોજન કરાયું છે.
આ વખતે રાજ્ય સરકારે શિવરાત્રીના મેળાને મિનિકુંભ મેળાનો દરજ્જો આપ્યો છે. આથી આ વખતેનો શિવરાત્રીનો મેળો ખાસ છે. તો કુંભ મેળાની જાહેરાતથી રાજ્ય સરકારે કેટલીક ખાસ વ્યવસ્થા અને કાર્યક્રમનું આયોજન કર્યું છે મિનિકુંભ મેળો આ વખતે ૬ દિવસ સુધી ચાલશે. આ વખતે ગિરનાર ખાતે શિવરાત્રીનો મેળો ૨૭ ફેબ્રુઆરીથી ૪ માર્ચ સુધી યોજાશે. મેળામાં ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
આ વખતે થનાર મિનિકુંભ મેળામાં 15 કરોડથી પણ વધુ રૂપિયા ખર્ચાશે.જો વ્યસ્થાની વાત કરવામાં આવે તો કુંભ મેળામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે વધુ સંખ્યામાં બસ ફાળવણી કરવા સાથે આ મેળો ભવ્ય સ્વચ્છ અને આધ્યાત્મિક ભાવના નું આગવું પ્રતીક બને તેવા આયોજન માટે મુખ્યમંત્રી એ તાકીદ કરી હતી. મિનિકુંભ માં લાઇટ અને સાઉન્ડ શોનું આયોજન કરાયું છે. તથા કૈલાશ ખેરના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ સિવાય ૩ દિવસ સંત સંમેલન અને ૩ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.