ગિરનાર પર પવનની તેજ ગતિને કારણે રોપ-વે સેવા બંધ કરાઈ હતી

ગુજરાતમાં  સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન પર અસર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યા છે. આ તરફ જૂનાગઢ ગિરનાર પણ ઠંડોગાર બન્યો છે. ગિરનાર પર પવનને કારણે પ્રવાસીઓમાં ઘટાડો છે તો હવે પવનની તેજ ગતિને કારણે રોપ-વે સેવા બંધ કરવામાં આવી હતી જે આજે પુર્વવ્રત કરવામાં આવી હતી.આ સતત વેગીલા પવનને લઈ પાવાગઢ રોપ-વે સેવા પણ આજે બંધ રહેશે. મહત્વનું છે કે, 2 દિવસથી સતત પવન રહેતા રોપ-વે સંચાલકોએ આ નિર્ણય લીધો છે.

જૂનાગઢ શહેરમાં 2 દિવસથી હાડ થીજવતી ઠંડીને કારણે ગિરનાર પર પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે પવનની તેજ ગતિને કારણે રોપ-વે 2 દિવસથી બંધ છે. નોંધનીય છે કે, ઠંડા પવનને કારણે જન જીવન પર અસર પડી છે. જેને લઈ હવે લોકોએ ઠંડીથી બચવા તાપણા કરી રાહત મેળવી છે.

પાવાગઢ રોપ-વે સેવા આજે બંધ

રાજ્યમાં પડતી હાડ થીજવતી ઠંડીને લઈ હવે પાવાગઢ રોપ-વે સેવાને લઈને પણ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, વેગીલા પવનને લઈ પાવાગઢ રોપ-વે સેવા આજે બંધ રહેશે. મહત્વનું છે કે, 2 દિવસથી સતત પવન રહેતા રોપ-વે સંચાલકોએ આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, ગઈકાલે પણ પવનના કારણે રોપ વે કેટલાક સમય સુધી બંધ રખાયો હતો. આ સાથે રોપવેમાં બેસવા માટે આજે લાઈનમાં નહિં ઉભા રહેવા રોપ વે સંચાલકોએ જણાવ્યું છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યા છે. આ તરફ જૂનાગઢ ગિરનાર અને પાવાગઢમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.