વૃધ્ધાશ્રમના 100 વૃધ્ધોને મફતમાં રોપ-વેની મુસાફરી સાથે એક વર્ષની ઉજવણી
જૂનાગઢમાં રોપ-વેને એક વર્ષ પૂર્ણ થતા વૃદ્ધાશ્રમના સો વડીલો ને ફ્રી માં રોપ વે સફર કરાવી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરાઇ હતી.
આ અંગે ઉષા બ્રેકો કંપનીના રિજિયોનલ હેડ દિપક કપલીસના જણાવ્યા અનુસાર ગઈકાલે 24 ઓકટોબરના રોજ ગિરનાર રોપ-વેને એક વર્ષ પૂર્ણ થતાં ઉષા બ્રેકો કંપની દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા 100 વડીલોને ફ્રીમાં રોપ-વેની સફર કરવામાં આવી હતી.
આ સાથે ઉષા બ્રેકો કંપનીના રેસીડેન્ટ મેનેજર જી એમ પટેલે જણાવ્યું હતું કે, ગત તા. 24 ઓકટોબર 2020 થી શરૂ કરાયેલા રોપ વેના 365 દિવસ દરમિયાન માત્ર 250 દિવસ જ રોપવે ચાલુ રખાયો હતો, પરંતુ આ દરમિયાન 6.60 લાખ લોકોએ ઉડન ખટોલાની રોમાંચક મજા માણી હતી અને ઉષા બ્રકો કંપનીએ આ દરમિયાન વિવિધ સ્કીમો પણ જાહેર કરી હતી,